Site icon Revoi.in

રાહત-,સંક્રમણની ગતિ ધીમી પડી, સતત બીજા દિવસે 1 લાખથી પણ ઓછા નોંધાયા કોરોના વાયરસના કેસો

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તેજ બન્યા બાદ હવે કોરોના સંક્રમણ ઘટતું જોવા મળી રહ્યું છે, કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે,જેને લઈને અનેર રાજ્યોએ રાહતના શ્વાસ લેતા અનેક પાબંધિઓમાં છૂટ આપી છે, કેટલાક રાજ્ય.ોમાં લોકડાઉન હટાવવામાં આવ્યું છે તો કેટલાક રાજ્યોમાં દુકાનો ખોલવાનો સમય વધારી દેવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના કેસોની વાત કરીએ તો,આજે સતત બીજા દિવસે દેશમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા એક લાખ કરતા ઓછી જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 92 હજાર 596 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે અને સંક્મણના કારણે 2 હજાર 219 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે એક સારી વાત એ છે કે આ સમયગાળા દરમિયાન 1 લાખ 62 હજાર 664 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. બિહાર, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં લાગુ કરાયેલા પ્રતિબંધોને હળવા કર્યા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે વિતેલા દિવસને મંગળવારે ભારતમાં કોરોના વાયરસ માટે 19 લાખ 85 હાજર 967 કોરોનાનાન કેસો નોંધાયા હતા, જો કે આ કેસ શરુઆતમાં ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતા હતા, ત્યારે હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની રફ્તાર ઓછી થયેલી જોવા મળી રહી છે.