Site icon Revoi.in

દિલ્હી સહીતના 500થી વધુ શહેરોમાં ગૃહિણીઓને રાહત – 80 રુપિયે કિલો ટામેટાનું થયું વેચાણ

Social Share

દિલ્હીઃ- છેલ્લા 1 મહિનાથી શાકભાજીના ભાવ  સાતમા આસમાને જોવા મળી રહ્યા છે ત્યારે ખઆસ કરીને રોજીંદા શાકમાં નાખવામાં આવતા ટામેટા 160 રુપિયે કિલોથી લઈને 200 રુપિયે કિલો વેચાઈ રહ્યા હતા જો કે કેન્દ્ર સરકારના મહત્વના નિર્ણય બાદ હવે ટામેટાના ભાદ કેટલાક સ્થળોએ ઘટેલા જોવા મળ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે દેશની રાજધાની દિલ્હી સહીતના 500થી વધુ મોટા શહેરોમાં ગૃહિણીના ખિસ્સાનો ભાર હળવો થયો છે આ તમામ સ્થળોએ ટામેટા 80 રુપિયે કિલોના ભાવે મળી રહ્યા છે ત્યારે અન્ય શહેરોના લોકોને પણ હવે ાશઆ જાગી છે કે ટામેટાના ભાવ ઘટાડવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે  કેન્દ્ર સરકારે  રવિવારથી દિલ્હી – એનસીઆર સહિત દેશનાં 500 સ્થળોએ કિલોદીઠ રૂ. 80નાં ભાવથી ટામેટાંનું વેચાણ કરવા નિર્ણય લીધો હતો જેના કારણે અનેક લોકોએ રાહતના શ્વાસ લીધા છે.

ટામેટાના ભઆવ આસમાને પહોંચતાની સાથે જ અનેક ચર્ચાઓ બાદ કેન્દ્રના  હસ્તક્ષેપ બાદ ટામેટાંનાં જથ્થાબંધ ભાવમાં ઘટાડો  કરાયો છે. અગાઉ સરકાર દ્વારા જાહેર માર્કેટમાંથી મોંઘા ભાવે ટામેટાં ખરીદીને કિલોદીઠ રુપિયા 90ના ભાવે  શરૂ કરાયું હતું. સરકારની આ પહેલને લોકો દ્વારા સારામાં સારો પ્રતિસાદ મળ્યો હતો.લોકો ટામેટાની ખરિદી કરવા માટે મોટાપ્રમાણમાં આવી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વખતે ચોમાસા પહેલા વરસેલા વરસાદે ટામેટાનું ઉત્પાદન ખરાબ કર્યું હતું જેને કારણે ટામેટાનું ઉત્પાદ ઘટતા માર્કેટમાં અછત વર્તાતા તેના ભાવ આસમાને પહોચ્યા હતા.આ ઉપરાંત પ્રતિકૂળ હવામાનને કારણે ટામેટાંનું ઉત્પાદન ઓછું થયું હતું. આને કારણે આખા દેશમાં હાલ ટામેટાંની અછત વર્તાઈ રહી છે. જેને લઈને માર્કેટમાં ટામેટાની કિમંતો 200 થી 250 રુપિયે કિલો સુધી પહો્ચી હતી જો કે કેન્દ્રના નિપર્ણય બાદ ટામેટા હવે 80 રુપિયે કિલો મળી રહ્યા છે.