Site icon Revoi.in

આર્થિક સંકટની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને રાહત, IMFએ ત્રણ અબજ ડોલરની લોનને મંજૂરી આપી

Social Share

દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે કંગાળ પાકિસ્તાન પાસે  લોકો સામે હાથ ફેલાવવા કે ભીખ માંગવા સિવાયનો માર્ ન હતો ત્યારે  કંગાળ પાકિસ્તાને આઈએમએફ આગળ કરેલી કાકલૂદીઓ રંગ લાવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે  આઈએમએફ(ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ)દ્વારા હવે પાકિસ્તાનને 3 અબજ ડોલરની મદદ કરવાની  આખરી મંજુરી આપી છે. આમ પાકિસ્તાન પર દેવાળિયા જાહેર થવાનો ખતરો પણ હાલ પૂરતો ટળી ગયો છે.

આ બાબતને લઈને વડાપ્રધાન શહેબાઝ શરીફે બેલઆઉટ કાર્યક્રમ પર ખુશી વ્યક્ત કરી હતી. શરીફે ટ્વીટ કર્યું કે IMFના એક્ઝિક્યુટિવ બોર્ડે થોડા સમય પહેલા 3 બિલિયન યુએસ ડોલરના સ્ટેન્ડ-બાય એગ્રીમેન્ટને મંજૂરી આપી હતી. બેલઆઉટ પ્રોગ્રામ અર્થતંત્રને સ્થિર કરવાના સરકારના પ્રયાસોનું પરિણામ છે.