Site icon Revoi.in

કેન્દ્રને રાહત – દિલ્હી હાઈકોર્ટે અગ્નિપથ યોજનાને રાષ્ટ્રહિતમાં ગણાવતા સાચી છે ઠેરવી

Social Share

દિલ્હીઃ- કેન્દ્રની સરાકરે અગ્નિપથ યોજના વિકસાવી હતી ત્યારે આ મામલે હાઈક્રોટમાં અરજી કરાઈ હતી જો કે હવે કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટમાંથી અગ્નિપથ યોજનાના મામલામાં રાહત મળી  ચૂકી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજીને ફગાવી હતી. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચે આજરોજ સોમવારે આ મામલે ચૂકાદો આપ્યો છે, ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટે ગયા વર્ષે 15 ડિસેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો.

આ બાબતે કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને જણાવ્યું કે સરકારની આઅગ્નિપથ યોજના રાષ્ટ્રીય હિતમાં ગણવામાં આવી છે અને તે આપણા સશસ્ત્ર દળોને સુધારા માટે મહત્વની હોવાથી વિકસાવામાં આવી છે.

 કેન્દ્ર સરકાર એટલા માટે આ યોજવા લાવી હતી કારણ કે અગ્નિપથ યોજના આજના આ સમયની જરૂરિયાત છે. ભારતની આસપાસનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. બદલાતા સમય સાથે સેનામાં ફેરફાર જરૂરી છે. તેને દૃષ્ટિકોણથી જોવાની જરૂર છે. અગ્નિપથ પોતાનામાં એકલ યોજના નથી. ભારતને સુરક્ષિત અને મજબૂત બનાવવાની દીશામાં આ યોજના વિકસાવામાં આવી છે.