Site icon Revoi.in

મોંઘવારીમાં રાહત, પેટ્રોલમાં રૂપિયા 9.50 અને ડીઝલમાં 7 તેમજ ગેસ સિલિન્ડરમાં 200નો ઘટાડો

Social Share

નવી દિલ્હી, દેશમાં અસહ્ય મોંઘવારીમાં લોકોને રાહત આપતો નિર્ણય લીધો છે. કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલી સીતીરમણએ પેટ્રોલ, ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરતા પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે.આ અગાઉ કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ પર લિટર દીઠ રૂપિયા 10 અને ડિઝલ પર રૂપિયા 5 એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો જાહેર કર્યો હતો.આ સાથે સરકારે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200નો ઘટાડો જાહેર કર્યો છે, એટલે કે સરકાર હવે ગેસ સિલિન્ડર પર રૂપિયા 200 સબસિડી આપશે. નાણાં મંત્રીએ PM ઉજ્જવલા યોજના હેઠળના સિલેન્ડર પર આ વર્ષે રૂપિયા 200ની સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે એક પરિવારે વર્ષમાં 12 સિલેન્ડર મળશે. તેનાથી દેશમાં 9 કરોડ પરિવારને લાભ મળશે.

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે તમામ ચિજવસ્તુઓના ભાવમાં તોતિંગ વઘારો થયો હતો. ગરીબ અને મધ્યમ વર્ગની હાલત દયનીય બની હતી. ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને લોકોને રાહત આપી છે. નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે જ્યાં આપણી આયાત નિર્ભરતા વધારે છે ત્યા અમે પ્લાસ્ટિક પ્રોડક્ટ્ માટે રોમટેરિયલ તથા મીડિયેટર્સ પર એક્સાઈસ ડ્યુટી પણ ઓછી કરી રહ્યા છીએ. આ ઉપરાંત સ્ટીલના કેટલાક રોમટેરિયલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા ઈંધણના ભાવમાં કરવામાં આવેલા ઘટાડા અંગે કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સરકારે છેલ્લા 60 દિવસમાં પેટ્રોલની કિંમતમાં રૂપિયા 10નો વધારો કર્યો છે અને હવે તે રૂપિયા 9.50નો ઘટાડો કરી રહી છે. જ્યારે ડીઝલમાં પણ 60 દિવસમાં રૂપિયા 10નો વધારો કર્યો અને હવે રૂપિયા 7નો ઘટાડો કરી રહી છે. સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે.