Site icon Revoi.in

ધર્મ: પુનર્જન્મ વિશે આ વાતો જાણો છો કે નહીં? તો જાણી લો

Social Share

આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે દરેક વ્યક્તિ સાત વાર મનુષ્ય તરીકે જન્મ લે છે, પુનર્જન્મ વિશે પણ લોકો અલગ અલગ વિચાર ધરાવતા હોય છે પણ હકીકતમાં આ છે શું અને આમાં થતું શું હોય છે. તેના વિશે આજે જાણીશું.

બે સંશોધકો અને વિદ્વાનોની મદદથી આ વાતને સમજવા જઈએ તો વાત એવી છે કે જન્મ થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે, મૃત્યુ થાય તેનો પુનર્જન્મ નિશ્ચિત છે. એથી અપરિહાર્ય છે તેના પર શોક શાને કરવાનો-ભાગવત ગીતા.

બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્કૃત ભાષાના સંશોધનકર્તા ઑસ્કર પુજોલે કહે છે કે “પ્રાચીન ભારતીય પરંપરામાં તેનો એટલો સહજ રીતે સ્વીકાર થયેલો છે કે તેના માટે કોઈ પ્રમાણ આપવાની જરૂર રહેતી નથી અને તે વાત જરાક નવાઈની લાગશે.”

દુનિયાભરમાં હિન્દુ ધર્મનું પાલન કરનારા 90 કરોડ લોકો છે અને ભારત તથા નેપાળ હિન્દુ બહુમથી ધરાવતા રાષ્ટ્રો છે.”તે વિશ્વનો સૌથી જીવંત ધર્મ છે” અથવા કહી શકીએ કે હજારો વર્ષથી તે પળાતો આવ્યો છે. હાલના પાકિસ્તાનમાં સિંધુ ખીણમાં તે ઉત્પન્ન થયો હતો અને જૈન, બૈદ્ધ અને શીખ પરંપરા તેની સાથે જ જોડાયેલી છે.

ઘણા વિદ્વાનો હિન્દુ ધર્મને “જીવન જીવવાની પદ્ધતિ” અથવા “જુદા જુદા પંથોનો એક પરિવાર” એવી રીતે પણ વર્ણવે છે.

Exit mobile version