Site icon Revoi.in

જાણીતા ડિરેક્ટર ટી રામા રાવનું 84 વર્ષની વયે નિધન – વય સંબંધિત બીમારીના કારણે ચેન્નઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

Social Share

ચેન્નઈઃ-  અંધા કાનૂન આ ફિલ્મથી આપણો સો કોઈ વાકેફ છીએ, બીગબિ એવા અમિતાભ બચ્ચનની આ ફિલ્મ ખૂબ ફેમસ બની હતી , હિન્દી સિનેમામાં આ ફિલ્મ આપનાર નિર્દેશક હતા ટી રામા રાવ, જો કે આજ રોજ તેમણે 84 વર્ષની વયે ચેન્નનઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીઘા છે, તેમના નિધનને લઈને સમગ્ર બોલિવૂડ જગતમાં શોક છવાયો છે.

ટી રામા રાવે હિન્દી સિનેમાની પ્રખ્યાત બાયોપિક ‘નચે મયુરી’  પણ બનાવી હતી. જાણવા મળતી વિગત પ્રમાણે તેઓ ઉંમર સંબંઘિત બીમારીને કારણએ મોતને ભએટ્યા છે, તેમની તબિયત સારી ન હોવાથઈ તેઓને ચેન્નઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બુધવારે વહેલી સવારે તેમનું અવસાન થયું હતું. તેઓના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે ચેન્નાઈમાં કરવામાં આવશે.

તેમની યાદગાર ફિલ્મો  – અનેક સ્ટાર્સ સાથે કર્યું હતું કામ

રામા રાવે અમિતાભ બચ્ચન, જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, સંજય દત્ત, અનિલ કપૂર, મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર અને ગોવિંદા સાથે હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. તેમણે જ રજનીકાંતને ફિલ્મ અંધા કાનૂનથી હિન્દી સિનેમામાં પ્રવેશ કરાવ્યો હતો. ‘અંધા કાનૂન’, ‘એક હી ભૂલ’, ‘મુઝે ઈન્સાફ ચાહિયે’ અને ‘નચે મયુરી’, ‘હાથકડી’, ‘દોસ્તી દુષ્મની’ તેમની કેટલીક યાદગાર હિન્દી ફિલ્મો છે.

ઉલ્લેખનીય છે કે ટી રામા રાવે વર્ષ  1966 થી લઈને વર્ષ  2000 ની વચ્ચે ઘણી હિન્દી અને તેલુગુ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેમણે 1950 ના દાયકાના અંતમાં તેમના પિતરાઈ ભાઈઓ તાતિનેની પ્રકાશ રાવ અને કોટય્યા પ્રત્યાગાત્માના સહાયક નિર્દેશક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. 

આ સાથે જ દિગ્દર્શક ટી રામારાવ અને જયાપ્રદા અભિનીત 1977ની બ્લોકબસ્ટર ‘યમાગોલા’ તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. તેમની અન્ય લોકપ્રિય તેલુગુ ફિલ્મોમાં ‘જીવન તરંગલ’, ‘અનુરાગ દેવતા’ અને ‘પચની કપુરમ’નો સમાવેશ થાય છે.