Site icon Revoi.in

જાણીતા શિલ્પકાર અને રાજ્યસભાના સાંસદ રધુનાથ મોહપાત્રાનું 78 વર્ષની વયે નિધનઃ- પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Social Share

દિલ્હીઃ- રાજ્યસભાના સાંસદ અને જાણીતા શિલ્પકાર અને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત થનારા રઘુનાથ મહાપત્રાનું શનિવારે ઓડિશાની એક હોસ્પિટલમાં 78 વર્ષની વયે નિધન થયું છે.

ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે મહાપાત્રા કોરોનાપોઝિટિવ થયા હતા ત્યાર બાદ એઈમ્સ ભુવનેશ્વર ખાતે તેમની સારવાર ચાલી રહી હતી જ્યા વિતેલા દિવસની સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા

ઉલ્લખેનીય છે કે મોહપાત્રાને 22 એપ્રિલના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એઈમ્સ-ભુવનેશ્વરના ડાયરેક્ટર ડો.ગિતાંજલિ બટમાનાબેને કહ્યું કે, ડોક્ટરના અથાગ પ્રયત્નો છતાં તેઓ જીન્દગીથી જંગ હારી ગયા . મુખ્યમંત્રી નવીન પટનાયક, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહીત અનેક લોકોએ મોહપાત્રાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીએ દુખ વ્યક્ત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મહાપાત્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે પરંપરાગત હસ્તકલાને લોકપ્રિય બનાવવા બદલ તેઓને યાદ કરવામાં આવશે. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘સાંસદ શ્રી રઘુનાથ મહાપત્રાના નિધનથી હું દુખી છું. તેમણે કલા, સ્થાપત્ય અને સંસ્કૃતિમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પરંપરાગત હસ્તકલાને લોકપ્રિય બનાવવામાં તેમના યોગદાન માટે તેમને યાદ કરવામાં આવશે. તેના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ. ‘