Site icon Revoi.in

જાણીતી વેલ્સની ગાયિકા અને ગીતકાર બોની ટાયલરનું 75 વર્ષની વયે નિધન

Social Share

નવી દિલ્હી, 10 જુલાઈ 2026: વેલ્સની જાણીતી ગાયિકા અને ગીતકાર બોની ટાયલરનું ગઈકાલે પોર્ટુગલની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 75 વર્ષનાં હતાં. ટાયલરના પરિવારે તેમના મૃત્યુની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે મે મહિનામાં આંતરડાની સર્જરી બાદ તેઓ સારવાર હેઠળ હતાં. બોની ટાયલરનું મૂળ નામ ગેનોર સુલિવાન હતું. તેમણે સંગીત જગતને અનેક હિટ ગીતો આપ્યા, જેમાં “It’s a Heartache” અને “Holding Out for a Hero” ખાસ કરીને ખૂબ લોકપ્રિય બન્યાં હતાં.

80 ના દાયકાનું તેમનું લોકપ્રિય ગીત “ટોટલ એક્લિપ્સ ઓફ ધ હાર્ટ” બ્લોકબસ્ટર સાબિત થયું. આ ગીત માટે તેમને તેમના ત્રણ ગ્રેમી નોમિનેશનમાંથી એક મળ્યું. સંગીતમાં તેમના યોગદાન માટે ટાઈલરને 2022માં ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરના સભ્ય તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો: ભારતે સંઘર્ષ-સંબંધિત જાતીય હિંસાની સખત નિંદા કરી

Exit mobile version