Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસના નેતાઓના રાજીનામાનો શિલશીલો યથાવતઃ ગુલામ નબી આઝાદના સમર્થનમાં વધુ 20 નેતાઓએ પાર્ટી છોડી

Social Share

શ્રીનગરઃ-  છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીના વળતા પાણી જોવા મળી રહ્યા છે તમામ પ્રયત્નો કરવા છત્તા પાર્ટીના નેતાઓના રાજીનામા આપવાનો શિલશીલો યથાવત જોવા મળી રહ્યો છે જ્યારે કાસ કરીને કોંગ્રેસના વરિષ્ટ નેતા ગુલામ નબી આઝાદે જ્યારથી પાર્ટી છોડી છે ત્યારે થી જમ્મુ કાશ્મીર પ્રદેશમાંથી કોંગ્રેસનાના નેતાઓએ તેમને સમર્થન આપીને રાજીનામા આપવાનું શરુ કર્યું છે ત્યારે આ જ શ્રેણીમાં વિતેલા દિવસે ધારાસભ્ય બલવાન સિંહની હાજરીમાં 20 કોંગ્રેસના  નેતાઓએ પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કકે ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડ્યા બાદ 4 સપ્ટેમ્બરે જમ્મુમાં પ્રથમ જાહેરસભા યોજવા જઈ રહ્યા છે  આ જનસભાને લઈને આઝાદના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેને લઈને કોંગ્રેસના નેતાઓ રાજીનામુ આપી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ સાથે જ જ્યારથી આઝાદે પાર્ટી છોડી છે ત્યારથી તેઓ નવી પાર્ટી બનાવાની વાતો જોર પકડ્યું છે ત્યાર બાદ કોંગ્રેસ છોડ્યા બાદ ગુલામ નબી આઝાદે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં આવતીકાલે રવિવારે પોતાની પાર્ટીના નામની જાહેરાત કરી શકે છે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

 

Exit mobile version