Site icon Revoi.in

દિલ્હી-NCRના હવામાનમાં પલટો,જોરદાર પવન સાથે ઝરમર વરસાદ,જાણો 24 કલાક માટે શું છે એલર્ટ

Social Share

દિલ્હી-એનસીઆરમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે.રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે.નોઇડા, ગ્રેટર નોઇડા, ફરીદાબાદ અને નવી દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ જોવા મળ્યો છે.દિલ્હી અને નોઈડામાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે.

હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીના જાફરાબાદ, નજફગઢ, દ્વારકા, પાલમ, સફદરજંગ, લોધી રોડ, IGI એરપોર્ટ, વસંત કુંજ અને આયા નગર વિસ્તારોમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ જોવા મળ્યો છે.IMDએ 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની અને વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેવાની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં રવિવારે આંશિક વાદળછાયું રહેશે અને હળવા વરસાદની શક્યતા છે.IMD અનુસાર, રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.

IMDની આગાહી મુજબ, દિલ્હી-NCRનું આકાશ આવતીકાલે (સોમવારે) એટલે કે 30 જાન્યુઆરીએ વાદળછાયું રહી શકે છે, પરંતુ 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી આકાશ સ્વચ્છ રહેશે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે પવનની દિશામાં ફેરફાર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.