Site icon Revoi.in

કેવડિયા ખાતે પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન અને BSNL અને BBNની સમીક્ષા બેઠક યોજાઈ

Social Share

અમદાવાદઃ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને એકતા નગર (કેવડીયા) ખાતે ,સરદાર સરોવર નર્મદા નિગમના સર્કિટ હાઉસ ખાતે  પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, BSNL અને BBNની  કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ સમીક્ષા બેઠકમાં વિવિધ  વિભાગો દ્વારા કામગીરી અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

પોસ્ટ વિભાગ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ, BSNL અને BBNની  કામગીરીની સમીક્ષા બેઠકમાં પોસ્ટ વિભાગના ડાયરેક્ટર જનરલ આલોક શર્મા, ટેલિકોમ્યુનિકેશન વિભાગના ડાયરેક્ટર જનરલ નિઝામુલ હક, BSNLના ચીફ જનરલ મેનેજર સંદીપ સાવરકર અને વી.કે જૈન સીનિયર જનરલ મેનેજર, BBNL અને  DoP, DoT, BSNL અને BBNLના અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા. આ બેઠકમાં નાણાકીય વર્ષ 2022-23માં ઉન્નત કામગીરી અને કામગીરી માટેની વ્યૂહરચના ઘડવામાં આવી હતી.

MoSCના ગતિશીલ નેતૃત્વ હેઠળ, પોસ્ટ વિભાગે તેના તકનીકી અને કાર્યાત્મક પરિવર્તનને વેગ આપ્યો છે. કાઉન્ટર્સ પર UPI દ્વારા ચુકવણીની સુવિધાઓ,પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંકમાં NEFTને સક્ષમ કરવું, બલ્ક ગ્રાહકો માટે API એકીકરણ સુવિધા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જે નાગરિકો માટે કામગીરીમાં સરળતા અને સગવડતા સુનિશ્ચિત કરશે.