Site icon Revoi.in

વિટામીન સી થી ભરપુર કમરક ફળ તમારા આરોગ્યને બીજી ઘણી રીતે કરે છે ફાયદો

Social Share

 

સામાન્ય રીતે આમતો દરેક ફળ ખાવામાં ખૂબ ગુમકારી જ હોય છે જો કે દરેક ફળોના ગુણ જૂદા જૂદા હોય છે, આજે વાત કરીશું એક કાટ્ટા ફળ વિશે  જેનું નામ ચે કમરક તેને સ્ટાર ફ્રૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે સ્ટાર ફ્રૂટ ખાવાથી આરોગ્યને ઘણા ફાયદાઓ પણ થાય છે.આ ફળમાં ભરપુર માત્રામાં વિટામિન બી, વિટામિન સી, કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, ફાઈબર જેવા પોષક તત્ત્વો સમાયેલા હોય છે અને તે એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આવો જાણીએ સ્વાસ્થ્ય માટે સ્ટાર ફ્રૂટના ફાયદા વિશે.

હાડકાં માટે ખૂબ સારુ છે આ ફળ

સ્ટાર ફ્રુટ ખાવાથી હાડકા મજબૂત થાય છે. આ ફળમાં વિટામિન સી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં ખાસ ભૂમિકા ભજવે છે.

કમરક ખાવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. તે પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે કબજિયાત, અપચો, ગેસ અને પેટમાં દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.આ ફળનું સેવન કરવાથી વાળનો વિકાસ પણ સારો થાય છે. તે વાળને મજબૂત અને જાડા બનાવવામાં પણ મદદ કરે છે. કમરખામાં વિટામિન સી અને વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.

કમરક ખાવાથી સ્વાસ્થય સંબંધી ઘણા ફાયદા મળે છે.વિટામીન સી થી ભરપૂર કમરક ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.કમરક ખાવાથી શરીરમાં ભરપૂર એનર્જી મળે છે.કમરકનું સેવન સ્કિન ઈન્ફેક્શન, શુષ્કતા, રેશીઝ અને ખંજવાળ જેવી સમસ્યાને ખાસ દૂર કરે છે.શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધવાથી હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી, તમે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે સ્ટાર ફ્રૂટનું સેવન કરી શકો છો.