Site icon Revoi.in

CNG ભાવમાં વધારો કરાતા રિક્ષાચાલકો દિવાળી બાદ રાજ્યવ્યાપી હડતાળ કરશે

Social Share

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરાયા બાદ સીએનજીના ભાવમાં પણ વધારો કરાતા અમદાવાદના રિક્ષાચાલકોએ સીએનજીમાં કરાયેલો ભાવ વધારો પાછો ખેંચવા અથવા રિક્ષાના ભાડાંમાં વધારો કરવાની માગ કરી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતા રિક્ષાચાલકોએ રાજ્યવ્યાપી હડતાળ પર જશે. સીએનજી ભાવ વધારા મુદ્દે રિક્ષા ચાલક એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી. જેમાં હડતાલ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. નિર્ણય અનુસાર 30 ઓક્ટોબરે રાજ્યના રિક્ષાચાલકોની મિટિંગ થશે. જેમાં હડતાળ પર ક્યારથી જવું તેનો નિર્ણય લેવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સીએનજીના ભાવ વધારા મુદ્દે અમદાવાદ સહિત મહાનગરોના રિક્ષાચાલકો હવે ઉગ્ર બન્યા છે. સીએનજી ભાવ વધારા અંગે રિક્ષા ચાલક એસોસિએશનની તાજેતરમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં મહત્વનો નિર્ણય મિટિંગમાં લેવાયો હતો. નિર્ણય અનુસાર 30  ઓક્ટોબરે થશે રાજ્ય વ્યાપી રિક્ષા ચાલકોની મિટિંગ થશે. જેમાં મિટિંગમાં હડતાળ પાડવા અંગે ચર્ચા થશે. રાજયવ્યાપી બેઠક અમદાવાદ ખાતે બોલાવવામાં આવશે. દિવાળી બાદ રાજ્ય વ્યાપી હડતાળ પાડવાનો નિર્ણય હાલમાં લેવામાં આવ્યો છે. સીએનજી ભાવ વધારો અને ભાડું નહીં વધતા પડેલી હાલાકી અંગે અનેક રજૂઆત છતાં કોઈ નિર્ણય નહીં આવતા હડતાળનો રસ્તો અપનાવવા રિક્ષાચાલકો જઈ રહ્યા છે. 30 ઓક્ટોબરે હડતાળની તારીખ જાહેર કરવામાં આવશે. કોરોના બાદ દિવાળી તહેવારમાં થોડી કમાણી કરવાનો સમય મળતા દિવાળી બાદ હડતાળ પાડવાનું નક્કી કરાયું છે.

અમદાવાદ શહેરમાં એક તરફ CNGના ભાવ વધવાથી રીક્ષાચાલકો પરેશાન છે ત્યાં બીજી તરફ PNGના ભાવમાં પણ વધારો થવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ ઉપરાંત શાકભાજી, કઠોળ અને સિંગતેલના ભાવ પછી PNGના ભાવવધવાથી ગૃહિણીઓ પરેશાન છે. જેમાં નેચરલ ગેસના ભાવ વધતાંની સાથે જ તબક્કાવાર રીતે સીએનજી અને ગૃહવપરાશના પીએનજી ગેસના ભાવમાં વધારો થયો છે. હજુ 18 ઓક્ટોબરે જ સીએનજીના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો ઝીંક્યા બાદ આજથી અમલમાં આવે તે રીતે ઘર વપરાશના PNGમાં વધારો ઝીંકાયો છે.  જેમાં  1.60 MMBTU સુધીનો વપરાશ હશે તો નવો ભાવ રૂ.1089.20 લાગુ પડશે.