Site icon Revoi.in

બાઈકને અવાર-નવાર રિઝર્વ મોડમાં હંકારવાથી લાંબા ગાળા વાહનને થાય છે નુકશાન

Social Share

કેટલાક લોકો ઘણીવાર કેટલાક પૈસા બચાવવા માટે બાઇકને રિઝર્વ મોડમાં ચલાવે છે. આમ કરવાથી ભલે તે થોડા પૈસા બચાવી શકે, પરંતુ શું આમ કરવાથી કોઈ ફાયદો થાય છે કે બાઇકને નુકસાન થઈ શકે છે. આવો જાણીએ…

દેશમાં પેટ્રોલ અને ડીઝલની સાથે CNGની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે કેટલાક લોકો ઘણીવાર બાઇક ચલાવતી વખતે ઓઈલ-પેટ્રોલ ભરવાનું ટાળે છે તેમજ અવાર-નવાર બાઇકને રિઝર્વ મોડમાં ચલાવે છે. બાઇકમાં રિઝર્વ મોડ ફક્ત એટલા માટે આપવામાં આવ્યો છે કારણ કે બાઇકમાં ઓઇલ ખતમ થઇ જવા પર વ્યક્તિ પરેશાન ન થાય અને પેટ્રોલ પંપ સુધી વાહન વહોંચી શકે તેવા ઈરાદે રિઝર્વની સુવિધા આપવામાં આવે છે.

જાણકારોના જણાવ્યા અનુસાર ક્યારેક-ક્યારેક બાઇક રિઝર્વ મોડમાં ચલાવવામાં આવે તો કોઈ વાંધો નથી. પરંતુ જો બાઇકને દર વખતે રિઝર્વ મોડમાં ચલાવવામાં આવે છે, તો ઇંધણનું સ્તર એન્જિન પર વધારાનું દબાણ તાણ લાવી શકે છે. આ સાથે, ઓછા પેટ્રોલને કારણે, ટેન્કમાં લાગેલા સેન્સર પણ ઝડપથી બગડે છે.

રિઝર્વમાં બાઇક ચલાવવાના ગેરફાયદા પણ છે, તેના કેટલાક ફાયદા પણ છે. ઘણી વખત ધૂળ અને માટી વગેરેના કણો પેટ્રોલની ટાંકીમાં પ્રવેશ કરે છે. જો તે લાંબા સમય સુધી ટાંકીમાં રહે તો તે એન્જિનમાં જઈને મુશ્કેલી ઊભી કરી શકે છે. પરંતુ રિઝર્વ પેટ્રોલનો ઉપયોગ કરવાથી પેટ્રોલ લાંબા સમય સુધી ટાંકીમાં રહેતું નથી અને ટાંકી સતત સાફ રહે છે. જોકે નિષ્ણાતોના મતે બાઇકને સતત રિઝર્વ મોડમાં ન ચલાવવી જોઈએ. જરૂર હોય ત્યારે જ તેનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો બાઇકમાં હંમેશા યોગ્ય માત્રામાં પેટ્રોલ ભરેલું હોવું જોઈએ.