Site icon Revoi.in

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘રાઘે’ના રાઈટ્સ કરોડામાં વેચાયા-જાણો કરોડોની કિમંતના રાઈટ્સ કોણે ખરીદ્યા

Social Share

મુંબઈઃ-સલમાન ખાનની અપકમિંગ ફિલ્મને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે,સલમાનની ફિલ્મ રાધેના રાઇટ્સ ખૂબ જ મોંઘા ભાવે વેચવામાં આવ્યા છે અને તે કોરોનાકાળની  બોલીવુડ જગતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે.કોરોના વાયરસને કારણે, દરેક ક્ષત્રમાં વ અસર પડી હતી જો કે, લોકડાઉન સમાપ્ત થયા બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું કામ પણ ધીમે ધીમે પાટા પર ફરી રહ્યું છે.

આ નવુ વર્ષ પરંતુ વર્ષ 2021 નવી અપેક્ષાઓ લઈને આવ્યું  છે. આ વર્ષે, ઘણા મોટા સુપરસ્ટારની મોટી ફિલ્મો રિલીઝ માટે તૈયાર થઈ ચૂકી છે. તેમાં એક ફિલ્મ સલમાન ખાનની રાધેનો સમાવેશ પણ થાય છે. હવે આ ફિલ્મ અંગે એક મોટી માહિતી મળી આવી છે. ફિલ્મના રાઇટ્સ ખૂબ જ મોંઘા ભાવે વેચવામાં આવ્યા છે અને તે કોરોના યુગમાં બોલીવુડમાં અત્યાર સુધીની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે.

મળતી માહિતી પ્રમાણે સલમાન ખાનની ફિલ્મ રાધેના રાઇટ્સ ઝી સ્ટુડિયોએ 230 કરોડમાં ખરીદ્યા છે. તેમાં સેટેલાઇટ, ડિજિટલ, થ્રિયેટિકલ અને ઓવપરસીઝ રાઈટ્સ જોડાયેલા છે. સલમાન ખાનની ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ વર્ષ 2020 થી ચર્ચામાં રહી છે. લોકડાઉન થયા બાદ ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું જે લોકડાઉન ખુલ્યા બાદ પૂર્ણ થયું હતું. રિપોર્ટ્સમાં એવું પણ બહાર આવી રહ્યું છે કે સલમાન ખાનના પ્રોડક્શન હાઉસ સલમાન ખાન ફિલ્મ્સે ઝી સ્ટુડિયો સાથે ડીલ કરી છે. ત્યારે  જ તો ઝી પર સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો રિલીઝ થઈ રહી છે.

આ સિવાયની કેટલીક ફિલ્મો ઝી ચેનલો પર રેસ 3, ભારત અને દબંગ 3 જેવી સલમાન ખાનની છેલ્લી કેટલીક ફિલ્મો પણ પ્રથમ દર્શાવવામાં આવી હતી. રાધે ફિલ્મની વાત કરીએ તો તે એક એક્શન-થ્રિલર છે. આ ફિલ્મ સૌ પ્રથમ ઇદ 2020 ના દિવસે રિલીઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે લોકડાઉન થવાથી તેનું શૂટિંગ જ પૂરુ થઈ શક્યું નથી. ફિલ્મનું શૂટિંગ ક્ટોબર 2020 માં સમાપ્ત થયું. હવે આ ફિલ્મ 2021 ની ઇદ નિમિત્તે રિલીઝ થવાની છે. એવી અટકળો છે કે આ ફિલ્મ થિયેટર પર સંપૂર્ણ રીલીઝ થવાની તૈયારીમાં છે.

સાહિન-