Site icon Revoi.in

ગુજરાતમાં લાંચ લેવાના વધતા બનાવો, અઠવાડિયામાં જ નવ કર્મચારીઓ રંગેહાથ પકડાયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અને તેથી સરેઆમ લાંચ માગવાના બનાવો પણ વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં લાંચ લેતા ACB ના હાથે નવ કર્મચારીઓ રંગેહાથ પકડાયા હતા. રાજ્યમાં ACBએ છેલ્લા એક સપ્તાહમાં પોલીસ, ઉપસરપંચ, મામલતદાર, પોલીસના વહિવટદાર અને ફાયર વિભાગના અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં ACBના હાથે 9 લાંચિયાઓ ઝડપાયા છે. જેમાં ખંભાત નગરપાલીકામાં ફાયર સેફટી કચેરીમાં ફાયર ઓફિસર 40 હજારની લાંચ લેતા,તેમજ ગોધરાના ફાયર ઓફિસર 30 હજારની લાંત લેતા, તથા નારોલ પોલીસનો વહિવટદાર 25000ની લાંત લેતા પકડાયા  હતો.આ ઉપરાંત બાબરાના ધરાઈ ગામનો ઉપ સરપંચ, માણસા પોલીસ સ્ટેશનનો એએસઆઈ, તથા કપરાડા ગામનો ઉપ સરપંચ અને દસ્ક્રોઈ કુંજાડ ગામનો તલાટી,જામનગર જિલ્લામાં મામલતદાર અને વચેટિયો, અને અમદાવાદમાં એક કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ પકડાયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. જો કે કાયદાની છટકબારીનો લાભ લઈને અંદાજે 69 ટકા આરોપીઓ નિર્દોષ છૂટી જતા હોય છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. રાજ્યમાં વધી રહેલા ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છેલ્લા એક સપ્તાહમાં ACBએ કરેલી કાર્યવાહી પરથી જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ACBએ છેલ્લા એક સપ્તાહમાં પોલીસ, ઉપસરપંચ, મામલતદાર, પોલીસના વહિવટદાર અને ફાયર વિભાગના અધિકારીઓને રંગેહાથે લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં ACBના હાથે 9 લાંચિયા કર્મચારીઓ ઝડપાયા છે.

ખંભાતના ફાયર ઓફિસર 9મી ઓગસ્ટે 40 હજારની લાંચ લેતા પકડાયા હતા. જ્યારે લુણાવાડામાં 9મી ઓગસ્ટે ફાયર અધિકારી પણ 30 હજારની લાંચ લેતા પકડાયા હતા. આ પહેલા આઠમી ઓગસ્ટે નારોલમાં 25 હજાર લાંચ લેતો પોલીસનો વહીવટદાર પકડાયો હતો. તેમજ આઠમી ઓગસ્ટે બાબરાના ધરાઈ ગામના ઉપસરપંચ લાંચ લેતા ઝડપાયો હતો. આ ઉપરાંત 8મી ઓગસ્ટે માણસા પોલીસ સ્ટેશનનો ASI 60 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. તથા કપરાડામાં ઉપસરપંચ સાતમી ઓગસ્ટે લાંચ લેતા ઝડપાયા હતો. તેમજ દસક્રોઈના કૂજાડ ગ્રામ પંચાયત કચેરીમાં  પાંચમી ઓગસ્ટે તલાટી લાંચ લેતા ઝડપાયો હતો. તથા જામનગરમાં પાંચમી ઓગસ્ટે મામલતદાર અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા હતા. અને અમદાવાદમાં 3જી ઓગસ્ટે કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો.