Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ફટાકડાના ભાવમાં પણ 10થી 15 ટકા જેટલો વધારો

Social Share

અમદાવાદઃ પટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ લધારા બાદ તમામ ચિજ-વસ્તુઓના ભાવમાં પણ અસહ્ય વધારો થયો છે. મોંઘવારીએ માઝા મુકી છે. ત્યારે ફટાકડાંના ભાવમાં પણ 10થી 15 ટકા વધારો ઝીંકાયો છે. કાળઝાળ મોંઘવારીના હાલના કપરાં કાળ પૂર્વે  દિવાળી અને નૂતન વિક્રમ સંવતની ધામધૂમ, ધડાકાભેર ઉજવણી થતી રહી છે. ગત વર્ષે કોરોના પ્રતિબંધો બાદ હવે ગુજરાત સંપૂર્ણપણે અનલોક થયું છે. પરંતુ, પેટ્રોલ ડીઝલના ભાવવધારા સાથે ફટાકડાના ભાવમાં પણ 10 થી 15 ટકાનો વધારો આવ્યો છે. ઉપરાંત લોકડાઉન, કાચા માલના ભાવવધારો સહિતના પરિબળોથી માલનું ઉત્પાદન ઘટી જતા તેની અસર ફટાકડા પર પડી છે. આ વખતે બજારોમાં અવનવા ફટાકડાંનો સ્ટોક આવી ગયો છે, છતાં ખરીદીમાં મંદી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  તમિલનાડુમાં શિવાકાશી પહેલે થી જ દેશભરમાં ફટાકડા પૂરા પાડતી રહી છે. પરંતુ આ વખતે ત્યાં ગુજરાત કરતા પણ વધુ સમય લોકડાઉન ચાલતા અને વરસાદ પણ વધુ વરસતા ઉત્પાદન ચોથા ભાગનું થઈ ગયુ છે. માલ જોઈએ એટલો આવતો નથી અને ભાવમાં વધારો કરી દેવાયો છે. બજારમાં અવનવી વેરાઈટના ફટાકડા તો આવ્યા છે, વેચાણ શરૂ થઈ ગયું છે. પણ ફટાકડા લોકો નંગ દીઠ નહીં પણ ચોક્કસ રકમના જ ખરીદે છે. જેથી વેપારીઓનો એકંદર નફો ઘટતો હોય છે. આ ઉપરાંત અગાઉ ચાઈનીઝ ફટાકડા બજારમાં મોટાપાયે ઘુસી જતા જેમાં નવી વેરાઈટી સાથે ભાવ સ્થાનિક માર્કેટ કરતા ઓછા હતા. પરંતુ, વેપારીઓ હવે પોતે જ ચાઈનીઝ ફટાકડા મંગાવતા નથી અને છૂટક વેપારીઓ ડમ્પ થયેલો માલ વેચતા તે પણ હવે મહદ્અંશે બંધ છે. દિલ્હી સરકારે પ્રદુષણને ફટાકડા ફોડવાની મનાઈ કરી છે. ત્યારે ગુજરાત સરકાર પણ જો આ દિવાળીએ આ પ્રકારના નિર્ણય લે તેનો ડર વેપારીઓને સતાવી રહ્યો છે.