Site icon Revoi.in

દેશમાં ડેલ્ટા પ્લસનું વધતુ જોખમઃ- રાજસ્થાનમાં નોંધાયો પ્રથમ કેસ

Social Share

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ ધીમી થવાને આરે છે,જો કે  ડેલ્ટા પ્લસના વધતા જતા કેસો સરકાર અને નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બન્યા છે. ડેલ્ટા પ્લસનું વધતું સંક્રમણ ત્રીજી તરંગનું કારણ બની શકે છે તેમ લોકો દ્રારા કહેવામાં આવી રહ્યું  છે. તે જ સમયે, દેશના ઘણા રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસો પ્રકાશમાં આવ્યા છે.

ત્યારે હવે રાજસ્થાનના બીકાનેરમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો પહેલો કેસ સામે આવ્યો આવ્યો છે. 65 વર્ષથી વૃદ્ધ મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળી આવ્યો છે. 30 જૂને, મહિલાનો નમૂના જીનોમ સિક્વન્સીંગ માટે પુણેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજીમાં મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ શુક્રવારે આવ્યો હતો અને મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટની પૃષ્ટી થઈ હતી

બીકાનેરના ચીફ મેડિકલ અને આરોગ્ય અધિકારીના કહેવા પ્રમાણે  મહિલામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ મળી આવ્યો છે અને મહિલા કોવિડ ઇન્ફેક્શનથી ઘણા સમય પહેલા સાજી થઈ ગઈ હતી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો આ પહેલો કેસ છે. તેણે જણાવ્યું કે તે આ મહિલામાં કોરોનાના કોઈ લક્ષણઓ જોવા નહોતા મળ્યા, કોરોનામાં તે ઘણા દિવસો પહેલા જ સ્વસ્થ થઈ ચૂકી હતી.