Site icon Revoi.in

રાજઘાની દિલ્હીમાં ડેન્ગ્યુનું વઘતું જોખમ – માત્ર 1 મહિનામાં જ 70 ટકાથી વઘુ કેસ વધતા ડોક્ટરોએ આપી ચેતવણી

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની જ દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી ડેન્ગ્યુના કેસોમાં સતતચ વઘારો નોંઘાઈ રહ્યો છે જો છેલ્લા 1 મહિનાની વાત કરવામાં આવે તો મચ્છરથી ફેલાતા આ રોગોમાં 70 ટકાનો વઘારો નોંધાયો છે.આ દરમિયાન ડેન્ગ્યુના કેસના આંકડા પણ સામે આવ્યા છે.

રાજઘાનીમાં જારી કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ડેન્ગ્યુના દર્દીઓ આ વર્ષે છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 5,221 કેસ નોંધાયા છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં 71 ટકાના દરે વધારો થયો છે.

દેશની રાજધાની દિલ્હી હાલમાં ડેન્ગ્યુનું હબ બની ગયું છે. ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા દરરોજ ઝડપથી વધી રહી છે.દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન ડેન્ગ્યુના કેસના આંકડા પણ સામે આવ્યા છે.

 છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ડેન્ગ્યુના દર્દીઓ આ વર્ષે છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 5,221 કેસ નોંધાયા છે. છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં 71 ટકાના દરે વધારો થયો છે. દેશની રાજધાની દિલ્હી હાલમાં ડેન્ગ્યુનું હબ બની ગયું છે.

સાથે જ હવે રાજઘાનીમાં શિયાળાની શરુઆત થઈ ચૂકી છે જેને લઈને હવામાન પણ ખરાબ થઈ રહ્યું છે, નેશનલ સેન્ટર ફોર બોર્ન ડિસીઝ કંટ્રોલ અનુસાર, 17 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા 5 હજાર 221 હતી. એમસીડીના ડેટા પ્રમાણે 5 ઓગસ્ટ સુધી દિલ્હીમાં 348 કેસ નોંધાયા હતા.

જાણકારી પ્રમાણે એક મહિનામાં ડેન્ગ્યુના દરમાં 71 ટકાનો વધારો થયો છે, દિલ્હીના એલજીએ ડેન્ગ્યુના કેસોની વધતી સંખ્યાને લઈને એમસીડી અધિકારી સાથે બેઠક યોજી હતી જેમાં આ બાબતને કેવી રીતે નિયંત્રિત કરવી. આ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે એમસીડી દ્વારા દર અઠવાડિયે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનો ડેટા શેર કરવામાં આવે છે.