Site icon Revoi.in

કેરળમાં વધી રહ્યું છે ઝીકા વાયરસનું જોખમઃ અત્યાર સુધી રાજ્યમાં 22  કેસો નોંધાયા

Social Share

દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઓછી થી ચૂકી છે, જો કે ત્યાર બાદ હવે દેશમામં કોરોનાના નવા વેરિએન્ટનો ભય ફેલાયેલો જોવા મળે છે, તો બીજી તરફ દેશના રાજ્ય કેરળમાં મચ્છરજન્ય રોગ ઝીકા વાયરસનો કહેર ફેલાયો છે,વિતેલા દિવસને મંગળવારના રોજ ઝીકા વાયરસના અન્ય બે દર્દીઓ મળી આવ્યા છે, જેને લઈને રાજ્યસરકાર માટે આ ચિંતાનો વિષય બન્યો છે.

મંગળવારે કેરળની એક ખાનગી હોસ્પિટલમાં એક ડોક્ટર સહીત અન્ય બે લોકોમાં ઝીકા વાયરસની પૃષ્ટિ કરવામાં આવી છે,આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા હવે 22 થઈ ચૂકી  છે. રાજ્યના આરોગ્ય મંત્રી  જ્યોર્જે કહ્યું કે કોઈમ્બતુરની એક લેબોરેટરીએ પુષ્ટિ કરી છે કે 38 વર્ષના ડોક્ટરના પરિક્ષણમાં ઝીકા વાયરસ પોઝેટિવ મળી આવ્યો છે

આ સમગ્ર બાબતને લઈને આરોગ્ય મંત્રીએ કહ્યું કે પૂંથુરાનો રહેવાસી 35 વર્ષીય પુરુષ અને અહીંના શષ્ટમંગલમની 4૧ વર્ષીય મહિલા વાયરસ ઝીકા વાયરસથી પ્રભાવિત થયા છે.તેમણે રાજ્યમાં ઝીકા વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થતાં લોકોને સજાગ રહેવાની વિનંતી કરી. અહીંની સરકારી મેડિકલ કોલેજ અને કોઈમ્બતુરની લેબોરેટરીમાં નમૂનાઓનું પરીક્ષણ કરાયું હતું.

મંત્રીએ કહ્યું કે ઝિકા વાયરસના નમૂનાઓનું પરીક્ષણ સોમવારે અહીંની સરકારી મેડિકલ કોલેજમાં શરૂ થયું. પ્રથમ દિવસે કુલ 15 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ કહ્યું કે, જે લોકોના નમૂના લેવામાં આવ્યા હતા, તેમાંથી એક વ્યક્તિને ડેન્ગ્યુ થયો હતો. અને અન્ય 13 નમૂનાઓમાંથી કોઈમાં પણ ઝીકા વાયરસ જોવા મળ્યો નથી.