Site icon Revoi.in

ભારતીય સેના સીમા પર ટૂંક સમયમાં તહેનાત કરશે રોબોટ જેવી ટેન્ક

Social Share

પોખરણ: કેટલાક દિવસ પહેલા રાજસ્થાનના પોખરણમાં એવી તોપોની ટ્રાયલ ચાલી રહી હતી, જે એકદમ રોબોટની જેમ છે. ખુદ જોળા કાઢે છે. ખુદ જ તેને લોડ કરે છે. ખુદ જ તેને ફાયર કરે છે. એક વખત ટ્રાયલ પૂર્ણ થઈ ગયા બાદ આ તોપને પાકિસ્તાન અને ચીનની સીમાઓ પર તહેનાત કરવામાં આવશે. ખાસ કરીને તેને ઊંચાઈવાળા ક્ષેત્રોમાં તહેનાત કરવામાં આવશે.

ડીઆરડીઓએ કેટલાક દિવસો પહેલા એટલે કે ગત વર્ષના આખરી માસની આસપાસ રાજસ્થાનના પોખરણમાં 155×52 ATAGSને BEMLના આર્મર્ડ ટ્રક પર લગાવીને તેનું પરીક્ષણ કર્યું. આ તોપ કોઈ રોબોટની જેમ કામ કરે છે. પહેલા કોઈ તોપને લોડ કરવામાં 6થી 8 લોકોની જરૂરત પડતી હતી. પરંતુ આ તમામ કામ હવે તોપ ખુદ કરી લે છે.

આમા લાગેલું રોબોટિક આર્મ ખુદ જ ગોળા કાઢીને તોપના બેરલમાં લોડ કરે છે. તેના પછી ફાયરિંગ સિસ્ટમ કામ કરે છે. તેને આખા તોપની માઉન્ટેડ ગન સિસ્ટમ કહે છે. સેનાને આ 800થી વધુ તોપોની જરૂરત છે. આ તોપની રેન્જ 45 કિલોમીટર ગણાવાય રહી છે. તે દર મિનિટે 6 ગોળા છોડી શકે છે. આ તોપની ટ્રક પ્રતિ કલાક 90 કિલોમીટરની રફ્તારથી દોડી શકે છે.

દેશની શાનદાર તોપો-

ધનુષ

155 mm/45 કેલિબર હોવિત્ઝર 2019માં ભારતીય સેનામાં સામેલ થઈ. આ બોફોર્સનું દેશી વર્ઝન છે. હાલ સેના પાસે 12 ધનુષ છે. 114 વધુ આવી તોપોનો આર્ડર આપ્યો છે. ડિલીવરી પણ થઈ રહી છે. તેને ચલાવવા માટે 6થી 8 ક્રૂ જરૂરી છે. તેની રેન્જ 38 કિલોમીટર છે. બર્સ્ટ મોડમાં તે પંદર સેકન્ડમાં 3 રાઉન્ડ ફાયર કરે છે. ઈન્ટેન્સ મોડમાં 3 મિનિટમાં 15 રાઉન્ડ અને સન્સ્ટેન્ડ મોડમાં 60 મિનિટમાં 60 રાઉન્ડ ફાયર કરે છે.

એમ-46 શારંગ

તેના બે વેરિએન્ટ છે- 133 એમએમ અને 155 એમએમ. આ ફીલ્ડ ગન્સ ખૂબ અસરકારક છે અને ભારત પાસે આવી 1100 ગન્સ ઉપલબ્ધ છે. તે ત્રણ રેટમાં ફાયરિંગ કરી શકે છે. સામાન્ય રીતે એક મિનિટમાં 6 રાઉન્ડ ફાયર કરે છે. બર્સ્ટ મોડમાં 8 અને સન્સ્ટેન્ડ મોડમાં 5 રાઉડ ફાયર કરે છે. તેની રેન્જ 27.5 કિલોમીટરથી લઈને 38 કિલોમીટર સુધીની છે.

કે9-વજ્ર ટી

155 મિલીમીટરની સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી છે. 100 તોપ ભારતીય સેનામાં તહેનાત છે. વધુ 100 તોપ આવવાની સંભાવના છે. ગોળાની રેન્જ 18થી 54 કિલોમીટરની છે. તેનો ઉપયોગ ચીન સાથેના સંઘર્ષ દરમિયાન પણ કરાયો હતો. તેમાં 48 ગોળા સ્ટોર થાય છે. તેની ઓપરેશન રેન્જ 360 કિલોમીટર છે અને મહત્તમ સ્પીડ 67 કિલોમીટર પ્રતિ કલાક છે.

એટીએજીએસ

155 એમએણની આ ગનનું પહેલું પરીક્ષણ 2016માં થયું હતું. 307નું ટેન્ડર થયું છે. વધુ 400 તોપો મંગાવાય તેવી શક્યતા છે. તેને ચલાવવા માટે 6થી 8 ક્રૂની જરૂર પડે છે. બર્સ્ટ મોડમાં 15 સેકન્ડમાં 3 રાઉન્ડ, ઈન્ટેન્સમાં 3 મિનિટમાં 15 રાઉન્ડ અને 60 મિનિટમાં 60 રાઉન્ડ ફાયર કરે છે. તેની ફાયરિંગ રેન્જ 48 કિલોમીટરથી વધારીને 52 કિલોમીટર કરવામાં આવશે.

એમ-777 હોવિત્ઝર

ભારતીય સેના પાસે 145 એમ-777 છે. 155 એમએમની આ અલ્ટ્રા લાઈટ હોવિત્ઝરને 8 લોકો ચલાવે છે. એક મિનિટમાં 7 ગોળા છોડી શકે છે. ગોળાની રેન્જ અલગ- અલગ કોણ પર 24થી 40 કિલોમીટરની છે. ગોળો એક કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે છૂટે છે. તેનું વજન 400 કિલોગ્રામ છે. લંબાઈ 35 ફૂટ છે. તેની નળીની લંબાઈ 16.7 ફૂટ છે. તેમાંથી 6 પ્રકારના ગોળા છોડી શકાય છે.

કલ્યાણી ગરુડા

તે 105 એમએમ / 27 કેલિબરની લાઈટ ગન છે. તેને કોઈપણ ઊંચાઈવાળા સ્થાને લઈ જઈ શકાય છે. તેને સિક્કીમ અને અરુણાચલ પ્રદેશના દુર્ગમ સ્થાનો પર તહેનાત કરી શકાય છે. તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. હાલ 2800થી વધુ વખત તેમાંથી ફાયરિંગ કરાયું છે. સેના આનો પણ ઉપયોગ કરવાનું વિચારી રહી છે.