Site icon Revoi.in

યુએનમાં પ્રથમ ભારતીય મહિલા રુચિતા કંબોજે ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત બાદ સંભાળ્યો કાર્યભાર

Social Share

દિલ્હીઃ-  યુએનમાં ભારતના પ્રથમ મહિલા રાજદૂત  તરિકે રૂચિરા કંબોજે સંકાયમી પ્રતિનિધિ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. રુચિરા ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ભારતની પ્રથમ મહિલા રાજદૂત બન્યા . તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વર્તમાન કાયમી પ્રતિનિધિ TS તિરુમૂર્તિનું સ્થાન ગ્રહણ કર્યું છેય. રૂચિરા કંબોજ ભારતીય વિદેશ સેવા (IFS)ની 1987 બેચની અધિકારી રહી ચૂક્યા છે.

તેઓ  એ હવે  તિરુમૂર્તિનો પદભાર સંભાળ્યો છે, જેમને યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં યુક્રેન સંકટના પરિણામ સાથે વ્યવહાર કરવામાં તેમની મુખ્ય ભૂમિકાને ધ્યાનમાં રાખીને માર્ચમાં તેમની નિવૃત્તિ પછી સેવામાં ત્રણ મહિનાનું વિસ્તરણ આપવામાં આવ્યું હતું.

આ પહેલાની જો વાત કરીએ તો  રુચિરા ભૂટાનમાં ભારતના રાજદૂત તરીકે સેવા આપી રહી હતી. તેમજ કંબોજે દક્ષિણ આફ્રિકામાં ભારતના હાઈ કમિશનર અને યુનેસ્કોમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે સેવા આપી છે. રૂચિરા ભૂટાનમાં  પણ ભારતની પ્રથમ મહિલા રાજદૂત હતી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં ભારતનો કાર્યકાળ આ વર્ષે ડિસેમ્બરમાં સમાપ્ત થવા જઈ રહ્યો છે જ્યારે દેશ આ મહિના માટે શક્તિશાળી સંયુક્ત રાષ્ટ્ર સંગઠનના પ્રમુખ તરીકે પણ અધ્યક્ષતા કરતો દજોવા મળશે. કંબોજે અગાઉ 2002-2005 દરમિયાન ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનમાં કાઉન્સેલર તરીકે પણ સેવા આપી હતી.

કંબોજે સોમવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, “સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના નિયુક્ત કાયમી પ્રતિનિધિ તરીકે હમણાં જ ન્યૂયોર્ક પહોંચી. સુરક્ષા પરિષદમાં આજે મારા તમામ સાથી રાજદૂતોને મળીને ખૂબ આનંદ થયો. આ નવી પોસ્ટ દ્વારા મારા દેશની સેવા કરવી મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. ,