Site icon Revoi.in

યુક્રેન સામે યુદ્ધમાં રશિયાએ ભાડાના અફઘાનિ સૈનિકોને મેદાનમાં ઉતાર્યાં

Social Share

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે છ મહિનાથી વધારે સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, તેમજ યુક્રેન અને રશિયા દ્વારા એક-બીજાના અનેક જવાનોને ઠાર મારવામાં આવ્યાંના દાવા કરવામાં આવે છે. દરમિયાન હવે યુક્રેન સામેના યુદ્ધમાં રશિયા અગાઉ અફઘાનિસ્તાન સેનાનો હિસ્સો રહેલા સૈનિકોને મેદાનમાં ઉતાર્યાનું ચર્ચાઈ રહ્યું છે. રશિયાએ ભાડાના અપઘાન જવાનોને મેદાનમાં ઉતાર્યાંનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં હાલ તાલિબાની સરકાર છે. પહેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર હતી. ત્યારે તેમણે જવાનોની ફોજ ઉભી કરી હતી. આ સૈનિકોને અમેરિકાએ તાલીમ આપી હતી. જો કે, અફગાનિસ્તાન ઉપર તાલીબાનના કબજા બાદ અફઘાનિસ્તાનના સૈનિકો ઈરાન ભાગી ગયા હતા.

દરમિયાન અફઘાનિસ્તાનના પદસ્થ રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકારનો ભાગ રહેલા એક શીર્ષ સૂત્રએ જણાવ્યું કે, તે હવે રૂસ સાથે મળીને યૂક્રેની સેનાનો મુકાબલો કરી રહ્યા છે.

આ સૂત્રએ કહ્યું કે ઈરાની સરકાર અને તેની ખાનગી એજન્સીઓએ પોતાના સહયોગી રશિયા તરફથી લડવા માટે હજારા સમુદાયના 300થી વધારે લડવૈયાઓને તૈયાર કર્યા છે. તેમણે કહ્યું, ‘તેમાંથી કેટલાક સૈનિક રશિયા સાથે મળીને યૂક્રેનની સેના વિરૂદ્ધ લડી રહ્યા છે.’