Site icon Revoi.in

રશિયાએ ભારતના કર્યા વખાણ,કહ્યું ‘G20માં ભારતના પ્રમુખપદે મળ્યા સારા પરિણામો

Social Share

દિલ્હી: ભારત અને રશિયા પરંપરાગત રીતે મિત્રો છે. રશિયા અને ભારતે વ્યૂહાત્મક અને રાજદ્વારી સ્તરે દરેક મોરચે અને પ્લેટફોર્મ પર એકબીજાને ટેકો આપ્યો છે. ભારતની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી G20 સમિટની સફળતા માટે રશિયાએ તેના મિત્ર ભારતની પ્રશંસા કરી છે. રશિયાએ કહ્યું છે કે ભારતની અધ્યક્ષતામાં G20 સમિટમાં વધુ સારા પરિણામો પ્રાપ્ત થયા છે.

રશિયાએ કહ્યું છે કે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટના “સારા પરિણામો” એ સ્પષ્ટ કરે છે કે સમિટે ખૂબ જ સકારાત્મક પરિણામો પ્રાપ્ત કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જી-20 લીડર્સ ડિજિટલ સમિટમાં પોતાના ઉદઘાટન સંબોધનમાં કહ્યું હતું કે,ગયા વર્ષે, જ્યારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ મને ઔપચારિક રીતે G20 નું પ્રમુખપદ સોંપ્યું, ત્યારે મેં કહ્યું હતું કે અમે આ મંચને સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, ક્રિયા-લક્ષી અને નિર્ણાયક બનાવીશું. એક વર્ષમાં અમે આ સિદ્ધિ મેળવી છે.

તેમણે કહ્યું હતું કે, ‘સાથે મળીને અમે G20ને નવી ઊંચાઈએ લઈ ગયા છે.’ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે શુક્રવારે કહ્યું હતું કે ભારતની અધ્યક્ષતા (G20) હેઠળ નોંધપાત્ર કામ કરવામાં આવ્યું છે અને વધુ સારા પરિણામો પ્રાપ્ત થયા છે. સમાચાર અનુસાર, ક્રેમલિનના પ્રવક્તાએ જણાવ્યું હતું.’યુક્રેન મુદ્દે સ્થિતિ અલગ છે, જુદા જુદા દેશોએ અલગ-અલગ શબ્દસમૂહોનો ઉપયોગ કર્યો છે અને તેના જવાબમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર આ સંદર્ભમાં તેમનું વિગતવાર મૂલ્યાંકન આપ્યું છે.’

ડિજિટલ સમિટમાં તેમના સંબોધનમાં પુતિને તેમના પ્રમુખપદ દરમિયાનના નોંધપાત્ર કાર્ય માટે ભારતનો આભાર માન્યો હતો. ભારતે 9-10 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં G20 સમિટનું આયોજન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ઘણા મોટા દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભારત આવ્યા હતા.જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન જેવા ઘણા મોટા નામ સામેલ છે. આ દરમિયાન પીએમ મોદીએ ભારતની અધ્યક્ષતામાં આફ્રિકન દેશોના સંઘને જી-20ની સદસ્યતા આપવાનું મહત્વપૂર્ણ કામ પણ કર્યું.