Site icon Revoi.in

યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા ઉત્તર કોરિયા પાસેથી શસ્ત્રો ખરીદવાની તૈયારીમાં

Social Share

દિલ્હી: ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન ટૂંક સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે રશિયા જઈ શકે છે. અમેરિકી અધિકારીએ દાવો કર્યો છે કે આ દરમિયાન ક્રેમલિન યુક્રેનમાં યુદ્ધ માટે કિમ જોંગ પાસેથી સૈન્ય હથિયારો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

અમેરિકાના એક અધિકારીએ  જણાવ્યું કે અમેરિકાને આશા છે કે કિમ જોંગ આ મહિનાની અંદર પ્રવાસ કરશે. જો કે તેમણે કહ્યું કે બેઠક ક્યાં અને ક્યારે યોજાશે તે અંગે કોઈ પુષ્ટિ નથી, પરંતુ ઉત્તર કોરિયાથી અંતરને જોતા બંને નેતાઓ વચ્ચે પેસિફિક બંદરીય શહેર વ્લાદિવોસ્તોકમાં બેઠક યોજાઈ શકે છે.

નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને સોમવારે જણાવ્યું હતું કે, રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ તાજેતરમાં પ્યોંગયાંગની યાત્રા કરી હતી અને ઉત્તર કોરિયાને રશિયાને આર્ટિલરી દારૂગોળો વેચવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

વોટસને કહ્યું, “અમારી પાસે માહિતી છે કે કિમ જોંગ ઉન આ ચર્ચાઓ ચાલુ રાખવાની અપેક્ષા રાખે છે, જેમાં રશિયામાં નેતા-સ્તરની રાજદ્વારી ભાગીદારીનો પણ સમાવેશ થાય છે,” તેમણે કહ્યું કે અમેરિકા ઉત્તર કોરિયાને “રશિયા સાથે તેની શસ્ત્ર વાટાઘાટો બંધ કરે અને પ્યોંગયાંગ દ્વારા રશિયાને શસ્ત્રો ન દેવા અને વેચવા સાર્વજનિક પ્રતિબદ્ધતાઓનું પાલન કરવાનું  વિનંતી કરી રહ્યું છે.