Site icon Revoi.in

રશિયા-યુક્રેન યુદ્ધ:PM મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી વાતચીત,જાણો શું કહ્યું મોદીએ

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હતી.પીએમઓએ કહ્યું કે,રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને યુક્રેનને લગતી તાજેતરની ઘટનાઓ વિશે જાણકારી આપી.

તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે,વડાપ્રધાન મોદીએ તેમની લાંબા સમયથી ચાલતી માન્યતાને પુનરાવર્તિત કરી હતી કે,રશિયા અને નાટો જૂથ વચ્ચેના મતભેદો માત્ર વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે.વડાપ્રધાને હિંસાનો તાત્કાલિક અંત લાવવાની હાકલ કરી હતી અને તમામ પક્ષોને રાજદ્વારી સંવાદ અને સંવાદના માર્ગ પર પાછા ફરવા માટે નક્કર પ્રયાસો કરવા હાકલ કરી હતી.

આ ઉપરાંત, વડાપ્રધાને યુક્રેનમાં ભારતીય નાગરિકો,વિશેષ રૂપથી છાત્રોની સુરક્ષાના સબંધમાં ભારતની ચિંતાઓ વિશે રશિયન રાષ્ટ્રપતિને માહિતગાર કરાયા અને કહેવામાં આવ્યું કે,ભારત તેના સુરક્ષિત નિકાસ અને ભારત પરત ફરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.બંને દેશોએ સહમતિ વ્યક્ત કરી કે,અધિકારીઓ અને રાજદ્વારી ટીમો સ્થાનિક હિતના મુદ્દાઓ પર નિયમિત સંપર્ક જાળવી રાખશે.

 

Exit mobile version