Site icon Revoi.in

રશિયાએ યુક્રેનમાં ફરી મચાવી તબાહી,કિવ સહિત 3 શહેરોમાં મિસાઈલ છોડી

Social Share

દિલ્હી:રશિયાએ ફરી એકવાર યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો છે.આ વખતે તેણે રાજધાની કિવ સહિત ત્રણ શહેરોને નિશાન બનાવ્યા છે.યુક્રેનના જે ત્રણ શહેરો પર રશિયાએ ઝડપી મિસાઇલો છોડી છે તેમાં કિવ,, દક્ષિણી ક્રિવીય રિહ અને નોર્થઇસ્ટ ખારકીવનો સમાવેશ થાય છે.સ્થાનિક યુક્રેનિયન સત્તાવાળાઓએ આ શહેરો પર હુમલાની જાણકારી આપી છે

તેમણે દાવો કર્યો કે,રશિયાએ યુક્રેનના ઉર્જા સ્થાપનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બીજો મોટો મિસાઈલ હુમલો કર્યો છે.તેમણે કહ્યું કે,દેશભરમાં રશિયન મિસાઈલ હુમલા અંગેની ચેતવણી વાળા અલાર્મ વાગી રહ્યા છે.રશિયાએ મધ્ય ઓક્ટોબરથી યુક્રેનના ઉર્જા સ્થાપનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણા મોટા મિસાઈલ હુમલાઓ કર્યા છે.

ખારકિવના મેયર ઈહોર તેરેકોવેએ સોશિયલ મીડિયા એપ ‘ટેલિગ્રામ’ પર જણાવ્યું કે,શહેરની વીજળી ગુલ થઈ ગઈ છે.ખારકિવના પ્રાદેશિક ગવર્નર ઓલેહ સાઈનીહુબોવે જણાવ્યું હતું કે, શહેરના મહત્વપૂર્ણ માળખાને નિશાન બનાવીને ત્રણ હુમલા કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના કાર્યાલયના વરિષ્ઠ અધિકારી કિરિલો તિમોશેન્કોએ ક્રિવીય રિહમાં રહેણાંક મકાન પર થયેલા હુમલા અંગે માહિતી આપી હતી.

તેણે ટેલિગ્રામ પર કહ્યું, લોકો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે.ઈમરજન્સી કર્મચારીઓ ઘટના સ્થળે છે.કિવના મેયર, વિતાલી ક્લિટ્સ્કો, ઉત્તર-પૂર્વીય ડેસ્ન્યાન્સ્કી અને પશ્ચિમ હોલોસિવેસ્કી જિલ્લાઓમાં વિસ્ફોટો વિશે જણાવ્યું હતું.તેમણે નાગરિકોને બોમ્બ વિરોધી શિબિરોમાં આશ્રય લેવાની પણ અપીલ કરી હતી.