Site icon Revoi.in

હવે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ કોરોના વેક્સિનનો ડોઝ લેશે – આ બાબતે તેમણે મંજુરી આપી

Social Share

દિલ્હીઃ-રશિયાએ સૌ પ્રથમ ઓગસ્ટ મહિનામાં જ કોરોનાની વેક્સિન ‘સ્પુટનિક-વી’ લોંચ કરીને વિશ્વને આશ્ચર્યમાં મુક્યું હતું, તે સમયે રસીની ટ્રાયલ પૂર્ણ ન થઈ હોવા છતાં. તે સમયે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીએ પણ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લીધો હતો. હવે રાષ્ટ્રપતિ પુતિન આ વેક્સિન લેવાની સંમતિ આપી ચૂક્યા છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ એક રશિયન ટીવી ચેનલને જણાવ્યું હતું કે તેમણે પોતે જ નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રપતિ પુતિનને કોરોના માટેની વેક્સિન આપવામાં આવશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે ‘સ્પુટનિક-વી’ વેક્સિન ખૂબ અસરકારક અને સલામત છે, તેઓને આ વેક્સિન ન લેવા માટેનું કોઈ કારણ જ નથી. તેમણે કહ્યું, “હું ફક્ત આ વેક્સિન ઉપલબ્ધ થવાની રાહ જોઈ રહ્યો છું

ગમલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ,કે  જેમણે તાજેતરમાં ‘સ્પુટનિક-વી’ રસી વિકસાવી છે, એક નિવેદન બહાર પાડીને વેક્સિનની અસરકારકતા વિશે જણાવ્યું હતું. તેમના મતે, ‘સ્પુટનિક-વી’ કોરોના સામે 91.4 ટકા અસરકારક છે. આ આંકડા રસીના પ્રથમ ડોઝના 21 દિવસ પછી ડેટાના વિશ્લેષણ પર આધારિત છે.

એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે યૂ ટ્યૂબ પર સોલોવિએવ ચેનલ પર ગમલેયા રિસર્ચ ઈન્સટીટ્યૂટના ડાયરેક્ટર એલેકઝાન્ડર ગિન્ટસબર્ગ તાજેતરમાં દાવો કર્યો હતો કે અત્યાર સુધી સ્પૂતનિક-વી સાથે જોડાયેલ જે પણ પ્રયોગ થયા છે તેનાથી એ વાત ચોક્કસ સાબિત થાય છે કે, આ વેક્સિન 2 વર્ષ કે તેથી વધુ સમય માચટે સુરક્ષા આપી શકે છે.

સાહિન-

Exit mobile version