Site icon Revoi.in

રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર,અમેરિકા અને બ્રિટનને રશિયન રાષ્ટ્રપતિની ધમકી

Social Share

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન દ્વારા અમેરિકા અને બ્રિટનને આડકતરી રીતે ધમકી આપવામાં આવી છે જેમાં પુતિન દ્વારા કહેવામાં આવ્યું છે કે રશિયાનું સૈન્ય યુદ્ધ માટે તૈયાર છે. રશિયાની નેવી દુશ્મનોના લક્ષ્‍યો પર હુમલો કરવા માટે એકદમ તૈયાર છે.

જો કે રશિયાની તાકાત એટલી બધી છે કે વર્ષ 2014માં રશિયાએ ક્રીમિયાને યૂક્રેનથી બળજબરીથી અલગ કરી દીધુ હતું. જોકે હાલ પણ મોટા ભાગના દેશો ક્રીમિયાને યૂક્રેનનો જ હિસ્સો માને છે. પુતિને આ નિવેદન અમેરિકા-બ્રિટન સાથેની રશિયાની તકરાર વચ્ચે આપ્યું છે.

અમેરિકા અને બ્રિટન સાથેની તકરાર વચ્ચે રશિયાએ પોતાના સૌથી આધુનિક એર ડિફેંસ સિસ્ટમ એસ-500 અને જિરકોન હાઇપરસોનિક મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયન નેવી દિવસ નિમિત્તે સીધા અમેરિકા અને બ્રિટનને ધમકી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે જો જરૂર પડી તો રશિયન નેવી યુદ્ધ કરવા માટે પણ તૈયાર છે.

રશિયાની આર્મી તાકાત પર વિશ્વાસ કરતા રાષ્ટ્રપતિ પુતિન દ્વારા તે પણ જણાવવામાં આવ્યું કે દુશ્મનોના સ્થળો અમારા નિશાના પર જ છે અને જરૂર પડશે તો હુમલો કરવા માટે પણ અમે તૈયાર છે. સાથે જ પુતિને રશિયાના હિથયારોને અપરાજિત ગણાવ્યા હતા, કે જેને અમેરિકા કે કોઇ પણ દેશ હરાવી ન શકે તેવા હિથયારો છે તેવો દાવો પુતિને કર્યો હતો. સાથે પુતિને એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા જ તકરારોને વધારી રહ્યું છે.

રશિયા ભલે આર્થિક રીતે બ્રિટન અને અમેરિકા કરતા નબળુ હોય પણ ડિફેન્સ પાવરમાં દુનિયાના જમાદાર અમેરિકાને પણ હંફાવે તેમ છે.