નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરએ યુરોપિયન યુનિયન મિનિસ્ટ્રી ફોરમની બેઠકમાં કહ્યું હતું કે, પ્રશાંત મહાસાગરના મુદ્દાને તમામ લોકોએ ગંભીરતાથી લેવો જોઈએ.
યુરોપિયન યુનિયન મિનિસ્ટ્રી ફોરમની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ જણાવ્યું હતું કે, પ્રશાંત મહાસાગરનો મુદ્દો યુરોપને પણ પ્રભાવિત કરે છે. વિદેશ મંત્રીએ આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈસ્ટ-એશિયા સમિટ 2019ની સ્પીચનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિદેશ મંત્રીએ ફ્રાંસની પહેલનું સ્વાગત કરતા કહ્યું કે, બંને દેશો સાથે આવતા સાગરમાં શાંતિ સ્થાપિત થશે.
આ અગાઉ ભારતના વિદેશ મંત્રી જયશંકરે એક સુરક્ષા સંમેલનની પેનલ ચર્ચામાં ભારત-ચીન વચ્ચેના સંબધ ખરાબ સમયમાંથી પસાર થતા હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત-ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર વિવાદ એટલા માટે વધ્યો કેમ કે ચીનને બંને દેશ વચ્ચે થયેલા સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે.
વિદેશ મંત્રીઆ નિવેદનથી ચીનના પેટમાં દુઃખાવો ઉપડ્યો છે. વિસ્તારવાદી ચીનને ભારતના વિદેશ મંત્રીનું સત્ય કડવુ લાગ્યું છે. ચીન સરકારના મુખપત્ર મનાતા અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં લખ્યું છે કે, ભારત સીમા વિવાદ ઉપર આંતરરાષ્ટ્રીય કરવાની ખતરનાક કોશિષ કરી રહ્યું છે. જેથી ચીને સતર્ક રહેવાની જરૂર છે.
(PHOTO-FILE)