Site icon Revoi.in

સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 – વીરપ્પા મોઈલી,અરુંઘતિ સુબ્રમણ્યમ સહીત 20 લેખકો સમ્માનિત, ગુજરાતીમાં હરિશ મિનાશ્રુને પુરસ્કાર એનાયત

Social Share

દિલ્હીઃ-  સાહિત્ય અકાદમી પુરસ્કાર વર્ષ 2020ની ઘઓષણા થઈ ચૂકી  છે,જેમાં રાજકારણી-લેખક એમ વીરપ્પા મોઇલી અને કવિતા અરુંધતી સુબ્રમણ્યમ સહિત 20 લેખકોને શનિવારે સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોઈલીને તેમની કન્નડ કવિતા ‘શ્રી બાહુબલી અહિંસાદીગવિજયમ’, સુબ્રમણ્યમ તેમના અંગ્રેજી કાવ્ય સંગ્રહ ‘વ્હેન ગોડ ઈઝ અ ટ્રાવેલર’ માટે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

જાણો કોને કોને સાહીત્ય. અદાકમી પુરસ્કારની નવાઝવામાં આવ્યા

અનામિકા – હિન્દી, હરીશ મીનાક્ષુ -ગુજરાતી, આરએસ ભાસ્કર -કોંકણી , ઇરુંગબમ દેવન – મણિપુરી, રૂપચંદ હંસડા -સાંથિલ અને નિખિલેશ્વર -તેલુગુ, નંદા ખરે -મરાઠી , મહેશચંદ્ર શર્મા ગૌતમ -સંસ્કૃત, ઉમૈયા -તમિલ, શ્રી હુસેન-ઉલ-હક, અપુર્બ કુમાર સૈકિયા – આસામી, ધરણીધર ઓવારી -બોડો, હૃદય કૌલ ભારતી -કાશ્મીરી, કમલકાંત ઝા-  મૈથિલી અને ગુરદેવ સિંહ રૂપાના -પંજાબી ભાષા માટે આ એલોર્ડથી ,સમ્માનિત કરવામાં આવ્યા છે.

આ સાથે જજ્ઞાન સિંહ -ડોગરી) અને જીતુ લાલવાણી – સિંધી- અને મણિશંકર મુખોપાધ્યાય – બંગાળી ભાષા માટે  પણ સન્માનિત લોકોમાં સામેલ થયા છે. આ સન્માન હેઠળ કોતરવામાં આવેલી તાંબાની તકતી, શાલ અને એક લાખ રૂપિયા આપવામાં આવે છે.

અનુવાદિત લેખન માટે પણ પુરસ્કાર અનાયત કરાયો

ઉલ્લેખનીય છે કે એક્ઝિક્યુટિવ બોર્ડે શનિવારે 24 ભાષાઓમાં સાહિત્ય અકાદમી અનુવાદ એવોર્ડ 2020 ની જાહેરાત પણ કરી હતી. હિન્દી ભાષા માટે આ ટીઈએસ રાઘવનને આપવામાં આવ્યો છે. તેમણે તિરુક્કલ નામના તમિલ કાવ્યસંગ્રહનો હિન્દીમાં સમાન શીર્ષક સાથે અનુવાદ કર્યો છે. શ્રીનાથ પેરુરને અંગ્રેજીમાં આપવામાં આવ્યો છે. તેમણે આ જ શીર્ષક સાથે કન્નડ નવલકથા ઘાચર ઘોચરનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.

બંગાળી ભાષામાં અનુવાદ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પુષ્પીતો મુખોપાધ્યાય, મરાઠીમાં સોનાલી નવાનગુલને આપવામાં આવ્યો છે. આ સન્માન હેઠળ, એક તાંબાની તકતી અને 50 હજાર રરૂપિયા આપવામાં આવે છે. આ વર્ષના અંતમાં પુરસ્કારો આપવામાં આવશે.