Site icon Revoi.in

સલમાન ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કિસીકા ભાઈ કિસીકી જાન’નું ટ્રેલર રિલીઝ

Social Share

દિલ્હીઃ-  અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના  અનેક સોંગ રિલીઝ થયા બાદ હવે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે ,બી-ટાઉન મેગાસ્ટારની આ ફિલ્મની ખૂબ જ  આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

7 એપ્રિલના રોજ આ ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખ જોહેર કરવામાં આવી હતી ત્યારે સલમાનખાનના ચાહકોના ઈંતઝારનો અંત આવ્યો છે અને આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે.

https://www.instagram.com/beingsalmankhan/?utm_source=ig_embed&ig_rid=a3666b3d-51f6-4cec-818e-26baf3edceca

ટ્રેલર લોન્ચ પહેલા સલમાન ખાને સોશિયલ મીડિયા પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટરમાં સલમાન તેના લાંબા વાળના લુકમાં એકદમ સુપર દેખાઈ રહ્યો છે. ઉપરાંત, આ પોસ્ટરમાં સલમાન ખાન બ્લેક ટી-શર્ટ અને તેનું પ્રખ્યાત બ્રેસલેટ પહેરેલો જોવા મળે છે. આ સાથે પોસ્ટર શેર કરતા સલમાને લખ્યું હતુ કે- ટ્રેલર આજે સાંજે 6 -30 મિનિ રિલીઝ થશે. આ સાથે જ ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કોઈ જાન’ તમારા શાનદાર અને એકથી વધુ એક સ્ટાર કાસ્ટેજ  ચર્ચામાં છે. આજે 10 એપ્રિલના રોજ ‘કિસી કા ભાઈ કીસીકી જાન’નું ટ્રેલર સામે આવી ચૂક્યું  છે અને સોશિયલ મીડિયા પર રિલીઝ થવાની સેકેન્ડોમાં જ તે છવાઈ ચૂક્યું છે. સાથે જ ચાહકોના ફિલ્મ જોવાની ઉત્સાહ વધી છે.

આ ટ્રેલર ઈવેન્ટ લોંચમાં સલમાન ખાન સ્ટાઈલીશ લૂકમાં જોવા મળ્યા છે, જો ટ્રેલરની વાત કરીએ તો એક્શનથી ભરપુર ટ્રેલર જોવા મળે છે, સાથે પૂજા હેગડેની લવસ્ટોરી પણ જોવા મળે છે.

EXCLUSIVE – Inside view of theatre trailer launch of Salman Khan’s Kisi Ka Bhai Kisi Ki Jaan – YouTube

ઉલ્લેખનીય છે કે સલમાનની આ આગામી ફિલ્મના અત્યાર સુધીમાં 5 ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે, જેને લોકોએ ખૂબ પસંદ પણ કર્યા છે. હવે મેકર્સ આ ફિલ્મના ટ્રેલર રિલીઝના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે.

આ સહીત સલમાન ખાન અવારનવાર પોતાની ફિલ્મોમાંથી નવા ચહેરાઓને લોન્ચ કરે છે. આ વખતે તેઓ શહનાઝ ગિલ અને પલક તિવારી આ ફિલ્મથી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવાના છે. બંને અભિનેત્રીઓની મજબૂત ફેન ફોલોઈંગ છે.

ટ્રેલર રિલીઝ પહેલા બપોરના સમયે સલમાન ખાનના ફેન્સે ઘૂમ મચાવી હતી આ વીડિયો જોતા જ ખબર પડે છે કે સલમાનના ચાહકતો આ ફિલ્મને લઈને કેટલા ઉત્સાહિત છે ટ્રેલર લોંચ થવાની ખુશીથી લોકો ઝુમી ઉઠ્યા હતા.

આ ફિલ્મમાં પૂજા હેગડે, શહનાઝ ગિલ, વેંકટેશ દગ્ગુબાતી, સિદ્ધાર્થ નિગમ, રાઘવ જુયાલ, પલક તિવારી અને જસ્સી ગીલે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તે જ સમયે, ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ 21 એપ્રિલે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. સલમાનની આ ફિલ્મને લઈને લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે.