Site icon Revoi.in

સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યના લગ્નજીવનનો આવ્યો અંત,સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આપી માહિતી

Social Share

ચેન્નાઈ : સાઉથ ઇન્ડસ્ટ્રીના બેસ્ટ કપલમાંથી એક નાગ ચૈતન્ય અને સામંથાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે.ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવના સમાચાર આવી રહ્યા હતા. હવે બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. સામંથાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના અલગ થવાની જાણકારી આપી છે.

સામંથાએ શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે,તેઓએ પતિ અને પત્નીની જેમ અલગ થવાનો નિર્ણય કર્યો.પરંતુ તે હંમેશા મિત્ર રહેશે.

સામંથાએ પોસ્ટ શેર કરીને તેના ચાહકોને અલગ થવાની જાણકારી આપી છે. તેમણે લખ્યું- ‘અમારા બધા જ શુભચિંતકો સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી મેં અને ચૈય (નાગ ચૈતન્ય)એ પોતપોતાના અલગ રસ્તા પસંદ કરવાનું નક્કી કરી લીધું છે. એક દાયકાથી અમારી મૈત્રી અમારા સંબંધનો પાયો બની રહી હતી, તે બદલ અમે ખુશનસીબ છીએ. અમને વિશ્વાસ છે કે અમારી વચ્ચે એક સ્પેશિયલ બોન્ડ જળવાઈ રહેશે.’

સામંથાએ આગળ લખ્યું-અમે અમારા તમામ ફૅન્સ, શુભચિંતકો અને મીડિયાને અપીલ કરીએ છીએ કે તેઓ આ કપરા કાળમાં અમને સપોર્ટ કરો અને અમને પ્રાઇવસી આપો, જેથી અમે આમાંથી આગળ વધી શકીએ.’

સામંથા અને નાગા ચૈતન્યના ચાર વર્ષ અગાઉ 6 ઓક્ટોબર, 2017ના રોજ ગોવામાં પહેલાં હિંદુ વિધિથી અને પછી 7 ઓક્ટોબરે ખ્રિસ્તી વિધિથી બંનેએ લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી તરત જ સમાંથાએ પોતાના નામની પાછળથી ‘રૂથ પ્રભુ’ કાઢીને ‘અક્કીનેની’ લગાવી દીધું હતું. હમણાં થોડા સમય પહેલાં જ સામંથાએ પોતાનાં સોશિયલ મીડિયા હેન્ડલમાં ફરી પાછું ‘રૂથ પ્રભુ’ કરી નાખતાં બંનેના છૂટાછેડાની વાતો વહેતી થઈ હતી.

Exit mobile version