Site icon Revoi.in

સંજય દત્તે પોતાના જન્મદિવસ પર ફિલ્મ ‘ડબલ ઈસ્માર્ટ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું

Social Share

મુંબઈ :આજે બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસે અભિનેતાએ તેના ચાહકોને એક ખાસ ભેટ આપી છે. તેણે તેની આગામી ફિલ્મ ‘ડબલ ઈસ્માર્ટ’નું ફર્સ્ટ લૂક પોસ્ટર શેર કર્યું છે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક પુરી જગન્નાથ કરી રહ્યા છે. આ ફિલ્મમાં રામ પોથિનેની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે, સંજય દત્ત પણ બિગ બુલ તરીકે જોવા મળશે.

સંજય દત્તે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ‘ડબલ ઈસ્માર્ટ’ પરથી પોતાનો લુક શેર કર્યો છે. તે સાઇડ પોઝ આપતો અને સિગાર ફૂંકતો જોવા મળે છે. બ્લેક કલરના સૂટ-બૂટમાં સંજય દત્ત જામી રહ્યો છે. આ ફિલ્મ 8 માર્ચ 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, કન્નડ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.

પોસ્ટર શેર કરતા સંજય દત્તે લખ્યું કે, ‘શાનદાર નિર્દેશક પુરી જગન્નાથ જી અને ઉસ્તાદ રામ પોથિનેની સાથે કામ કરવું ખૂબ જ ગર્વની વાત છે. આ સાય-ફાઇ એન્ટરટેઇનરમાં બિગબુલ તરીકે આવવું મારા માટે ખુશીની વાત છે. આવી પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. મને આશા છે કે દર્શકોને આ ફિલ્મ ચોક્કસ ગમશે.

સંજય દત્તના ફેન્સને તેની આ સ્ટાઇલ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘સ્વાગત છે સર, તમારી સ્ટાઈલ શાનદાર છે. એક યુઝરે લખ્યું, ‘બાબા, તમારી પોતાની નેચરલ અને અલગ સ્ટાઇલ છે. તેની જ ઝલક તમારી નવી ફિલ્મમાં જોવા મળે છે. જન્મદિવસ ની શુભકામના.’ એક યુઝરે લખ્યું, ‘અમે આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ સર.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘ફિલ્મની રિલીઝ ડેટ આઉટ ઓફ બોક્સ પસંદ કરવામાં આવી છે. તે એક સારો નિર્ણય છે.

Exit mobile version