Site icon Revoi.in

THALAPATHY 67 માં જોવા મળશે સંજય દત્ત,ફિલ્મમાંથી સંજુ બાબાનો ફર્સ્ટ લુક આવ્યો સામે

Social Share

મુંબઈ:સાઉથના સુપરસ્ટાર થલપથી વિજયની આગામી ફિલ્મ THALAPATHY 67 આ દિવસોમાં ચર્ચામાં છે.આ ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ જોવા મળવાના છે.આ ફિલ્મમાં સંજય દત્ત પણ મહત્વના રોલમાં જોવા મળશે.આ દરમિયાન ફિલ્મમાંથી સંજય દત્તનો ફર્સ્ટ લુક ફિલ્મમાંથી સામે આવ્યો છે. જે ખૂબ જ દમદાર છે.

મેકર્સે THALAPATHY 67માંથી સંજય દત્તનો લુક શેર કર્યો છે.આ લુકમાં સંજય ખૂબ જ દમદાર લાગી રહ્યો છે.આ પોસ્ટરને શેર કરતાં નિર્માતાઓએ લખ્યું છે -તમિલ સિનેમામાં સંજય દત્ત સરનું સ્વાગત કરવા બદલ અમે સન્માનિત છીએ. અમને એ જાહેર કરતાં આનંદ થાય છે કે તે THALAPATHY 67નો એક ભાગ છે.

ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. જો કે હવે તેને THALAPATHY 67ના નામથી ઓળખવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનગરાજ કરી રહ્યા છે.KGF 2 ની અપાર સફળતા બાદ સાઉથ સિનેમામાં સંજય દત્તની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે.સંજુ બાબાને એક પછી એક ફિલ્મો મળી રહી છે.ફિલ્મમાં સંજય દત્ત ઉપરાંત વિજય, તૃષા, પ્રિયા આનંદ, ગૌતમ મેનન, અર્જુન સરજા અને મન્સૂર અલી ખાન જેવા કલાકારો જોવા મળશે.