Site icon Revoi.in

હેરા ફેરી 3માં સંજય દત્ત ભજવશે આ રોલ,જાણો વિગત

Social Share

મુંબઈ:બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત આ દિવસોમાં એકથી વધુ પ્રોજેક્ટનો હિસ્સો બની રહ્યા છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે સંજય શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘જવાન’માં જોવા મળશે. આ પછી કહેવાય છે કે તેની એન્ટ્રી ફિલ્મ ‘હેરા ફેરી 3’માં પણ થઈ ગઈ છે. હવે બોલિવૂડના વિલને પણ આ સમાચારને સમર્થન આપ્યું છે.

સંજય દત્તે પુષ્ટિ કરી છે કે તે અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી સ્ટારર ફિલ્મ ‘હેરા ફેરી 3’નો ભાગ છે. તેણે તેના પાત્ર વિશેની વિગતો શેર કરી. સંજયને ઈન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યું કે શું તે ફિલ્મ ‘હેરા ફેરી 3’માં અંધ ડોનની ભૂમિકા ભજવી રહ્યા છે.આના પર સંજય દત્તે જવાબ આપ્યો, ‘હા.’

ફિલ્મમાં સંજય દત્તનો રોલ ખૂબ જ ખાસ બનવાનો છે. આ પાત્ર ફિલ્મ ‘વેલકમ’માં ફિરોઝ ખાનના પાત્ર RDX જેવું જ હશે. ‘હેરા ફેરી 3’નું શૂટિંગ આ વર્ષે શરૂ થવા જઈ રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ લોસ એન્જલસ, દુબઈ અને અબુ ધાબીમાં થશે.

સંજય દત્ત ઉપરાંત એક્ટર કાર્તિક આર્યન પણ ‘હેરા ફેરી 3’નો ભાગ બનવા જઈ રહ્યો છે. ગયા વર્ષે જ તેની ભૂમિકાની પુષ્ટિ થઈ હતી. અક્ષય કુમારે પહેલા કહ્યું હતું કે તે આ ફિલ્મમાં કામ કરી રહ્યો નથી. જોકે પાછળથી તેણે હા પાડી. પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે આ ફિલ્મમાં અક્ષય કુમાર કેટલો મોટો રોલ ભજવતા જોવા મળશે.

 

Exit mobile version