Site icon Revoi.in

સંજય રાઉત હજી પણ રહેશે જેલમાં -કોર્ટે ન્યાયિક કસ્ટડી 14 દિવસ લંબાવી

Social Share

દિલ્હીઃ શિવસેનાના સાંસદ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડીમાં ફરી વધારો કરાયો છે એટલે કે તેઓ હાલ પણ જેલમાં જ રહેશે, કોર્ટ દ્રારા સંજય રાઉતની ક્સ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ સાથે જ હવે રાઉતની જામીન અરજી પર હવે 21 સપ્ટેમ્બરે સુનાવણી થશે.આ સાથે જ કોર્ટના નિર્દેશ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ પણ મની લોન્ડરિંગ કેસમાં સંજય રાઉતને ચાર્જશીટ સોંપી છે.

આ અગાઉ 5 સપ્ટેમ્બરે ઈડી ની વિશેષ અદાલતે સંજય રાઉતની કસ્ટડી 19 સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. ઉલ્લેખનીય છે કે રાઉત એક મહિના કરતાં વધુ સમયથી ન્યાયિક કસ્ટડીમાં  છે. હાલમાં રાઉત આર્થર રોડ સેન્ટ્રલ જેલમાં બંધ છે. ઈડી દ્વારા 31 જુલાઈના પાત્રા ચાલ કૌભાંડ કેસમાં રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સંજય રાઉતે સ્પેશિયલ કોર્ટમાં પોતાની જામીન અરજી દાખલ રીને તાત્સુકાલિક નાવણીની માંગ કરી હતી. જો કે તે સમયે કોર્ટની વ્યસ્તતાને કારણે આ સુનાવણી થઈ શકી ન હતી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી એવા 60 વર્ષીય રાઉતની 31 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી.ઈડી એ વહેલી સવારે રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા, ત્યારબાદ મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ઈડી એ દાવો કર્યો છે કે પ્રવિણ રાઉતને પ્રોજેક્ટમાંથી એફએસઆઈના ગેરકાયદે વેચાણ દ્વારા રૂપિયા 112 કરોડનો ફાયદો થયો હતો અને તેણે કથિત રીતે રકમનો અમુક ભાગ રાઉત અને તેની પત્નીને આપ્યો હતો.