Site icon Revoi.in

દીપિકા કક્કડની સિરિયલ ‘સસુરલ સિમર કા’ ફરી એક નવી કહાની સાથે દર્શકોનું મનોરંજન કરશે

Social Share

મુંબઈ: ફિલ્મોની સાથે દર્શકોમાં ટીવી સીરીયલનો પણ જબરો ક્રેઝ જોવા મળે છે. ત્યારે શક્તિ સીરીયલમાં રૂબીના દિલૈકની વાપસી પછી હવે દીપિકા કક્કડ પણ સીરીયલમાં વાપસી કરી રહી છે. દીપિકા કક્કડ સીરીયલ ‘સસુરલ સિમર કા 2’ માં ફરી એકવાર જોવા મળશે.

મળતી માહિતી મુજબ,દીપિકા કક્કડની સીરીયલ ‘સસુરાલ સિમર કા 2’ નવી કહાની સાથે ફરી દર્શકોનું મનોરંજન કરશે. તેનો પ્રોમો પણ સામે આવ્યો છે. દીપિકાએ આ સીરીયલથી જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. તે ઘરે-ઘરે સિમર તરીકે ઓળખાતી હતી.

થોડા દિવસ પહેલા જ સમાચાર મળ્યા હતા કે, શક્તિ સીરીયલમાં રૂબીના દિલૈકની ફરી એકવાર વાપસી થવાની છે.તેનો પ્રોમો પણ સામે આવી ગયો છે. આમાં એક્ટ્રેસ અને બિગ બોસ 14 ની વિજેતા રૂબીના દિલૈક સૌમ્યાની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. હવે ફરી એકવાર તે આ રોલમાં જોવા મળશે.

નોંધપાત્ર વાત એ છે કે, દીપિકા કક્કડ બિગ બોસની 11 મી સીઝનમાં જોવા મળી હતી. તેને પ્રેક્ષકો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો હતો અને તેમણે આ શો જીત્યો હતો. તો,બિગ બોસ 14 માં રૂબીના દિલૈકને પણ દર્શકો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો હતો. તેથી જ તે આ શોની વિજેતા બની હતી.

-દેવાંશી