Site icon Revoi.in

સાઉદી અરેબિયાએ નવા સ્ટ્રેનને અટકાવવા ભારત સહિતના 20 દેશો માટે વિમાન સેવા પર પ્રતિબંધ લગાવ્યો

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં હાલ પણ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ,કોરોનાના કારણે અનેક દેશોએ ફ્લાઈટ સેવા પર પ્રતિબંધ રાખ્યા છે, ત્યારે હવે સાઉદી અરેબીયાએ પણ ભારત, પાકિસ્તાન, અમેરિકા સહીત દેશઓના તમામ નાગરિકો પર હવાઈ મુસાફરી પર પાબંધી લગાવી છે.

ઉલ્લેખનીય છે કે કોરાના બાદ કોરોનાના નવા સંક્રણનો ભય ફેલાઈ રહ્યો છે ત્યારે અનેક દેશઓ પોતાના જદેશમાં આવતા નાગરિકોને અટકવી રહ્યા છે એજ દીશામાં હહવે સાઉદી પણ આગળ વધ્યુ છે,કોરોનાના નવા  સ્ટ્રેન અટકાવવા માટે સાઉદી અરેબીયાએ 20 દેશોની વિમાની સેવા સ્થગીત કરવાનો નિર્ણય લઈ લીધો છે. 

આ સાથે જ જે લોકો સાઉદી અરેબીયાની નાગરીકતા ધરાવે થછે તે લોકોને આ પાબંધીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, તેથી વિશએષ રાજદ્વારી-તબીબો માટે પણ  છૂટછાટ આપવામાં આવી છે. સમગ્ર દેશો માટે આ આદેશ આજથી જારી કરવામાં આવી ચૂક્યો છે.

આ આદેશ પ્રમાણે 20 રાષ્ટ્રો સાથે વિમાની સેવા સ્થગીત કરવામાં આવી છે ,આ તમામમાં સંયુક્ત આરબ અમીરાત, જર્મની, અમેરિકા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, ફ્રાંસ, ઈજીપ્ત, લેબનન, આર્જેન્ટીના, ઈન્ડોનેશીયા, આયરલેન્ડ, ઈટલી, બ્રાઝીલ, તુર્કી, પોર્ટુગલ, સ્વીડન, જાપાન અને ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 21 ડિસેમ્બરથી વિમાની સેવા સ્થગીત કરાયા બાદ 4 જાન્યુઆરીથી ફરી આ બાબતે છૂટઆપવામાં આવી હીત જો કે હવે ફરી આ પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે.નવા સ્ટ્રેનને પલગે ફરીથી 200 દેશો પર નિયંત્રણો  લાદવામાં આવ્યા છે

સાહિન-