Site icon Revoi.in

સાઉદી અરબની સરકારે 11 દેશો પરથી હટાવ્યો પ્રતિબંધ, ભારતને પ્રતિબંધો હટવાથી કોઈ રાહત નહી

Social Share

દિલ્લી: સાઉદી અરબની સરકાર દ્વારા રવિવારે સવારે 11 દેશના નાગરિકો પરથી પ્રતિબંધ હટાવી દીધો હતો. આ પ્રતિબંધ કોરોનાવાયરસના સંક્રમણને પોતાના દેશમાં ફેલાતા રોકવા માટે લગાવવામાં આવ્યા હતા. જો કે જે 11 દેશોના નાગરિકો પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે તે નાગરિકોએ પણ ક્વોરન્ટાઈનના નિયમોનું પાલન કરવુ જ પડશે.

સાઉદી અરબ દ્વારા હજુ પણ વિશ્વના 9 દેશો પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જે દેશો પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે તેમાં યુએઈ, જર્મની, અમેરિકા, આયર્લેન્ડ, ઈટલી, પોર્ટુગલ, યુકે, સ્વિડન, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાંન્સ અને જાપાન સામેલ છે.

સાઉદી અરબની સરકારી ન્યુઝ એજન્સી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે 30 મેથી આ દેશોના લોકોને સાઉદીમાં આવવાની પરવાનગી આપવામાં આવશે.

જે દેશો પરથી પ્રતિબંધોને હટાવવામાં આવ્યા નથી તેમાં ભારત, પાકિસ્તાન, અર્જેન્ટિના, બ્રાઝીલ, તુર્કી, દક્ષિણ કોરીયા, લેબનન, મિસ્ત્ર અને ઈન્ડોનેશિયા છે.

સાઉદી અરબમાં હજૂ પણ કોઈ પણ દેશનો નાગરિક આવે તો તેને સાત દિવસ માટે ક્વોરન્ટાઈન તો થવુ જ પડશે અને તે પણ પોતાના ખર્ચે.. સાત દિવસ બાદ આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવશે તો જ ક્વોરન્ટાઈનમાંથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે. સાઉદી અરબે કોરોનાને રોકવા માટે દુનિયાના મોટો ભાગના દેશોની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો હતો.