Site icon Revoi.in

‘દંગલ’ ગર્લ ઝાયરા વાસીમે બોલિવૂડને અલવિદા કહ્યા બાદ પ્રથમ વખત પોતાનો ફોટો શેર કર્યો,એક સમયે ફોટો કર્યા હતા ડિલીટ

Social Share

મુંબઈઃ- ‘દંગલ ગર્લ’ તરીકે જાણીતી ઝાયરા વસીમે વર્ષ 2019 માં બોલીવુડને કાયમ માટે ટાટા બાય-બાય કહી દીધું હતું. ઝાયરાએ સોશિયલ મીડિયા પરથી તેના તમામ ફોટા પણ કડિલીટ કરી દીધા હતા આ વાતને લગભગ 2 વર્ષ જેટલો  સમય થયો છે ત્યારે ફરી એક વખત ઝાયરા વસીમે  પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ઝાયરા વસીમે 30 જૂન 2019 ના રોજ બોલીવુડને કાયમ માટે અલવિદા કહી દીધું. ત્યાર બાદ ઝાયરાએ પ્રથમ વખત ઇન્સ્ટાગ્રામ પર તેનો ફોટો પોસ્ટ કર્યો છે.જો કે ઝાયરાનો ચહેરો સ્પષ્ય દેખાઈ રહ્યો નથી, ફોટો શરે કરતા તેણે ક્પ્શન લખ્યું છે ‘ધ વોર્મ ઓક્ટોબર સન’. ત્યારે અચાનક બોલિવૂડના વિદા. બાદના આટલા વર્ષે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા ઝાયરા ચર્ચામાં આવી છે.

 

ઉલ્લખેનીય છે કે 30 જૂન, 2019 ના રોજ, ઝાયરાએ તેની પોસ્ટમાં લખ્યું, ‘પાંચ વર્ષ પહેલા, મેં એક નિર્ણય લીધો, જેણે મારું જીવન બદલી નાખ્યું. મેં બોલિવૂડમાં પગ મૂક્યો, તેણે મારા માટે લોકપ્રિયતાના દરવાજા ખોલી દીધા. લોકોનું ધ્યાન મારી તરફ ખેંચાયું અને હું યુવાનો માટે રોલ મોડેલ તરીકે ઓળખાતી થઈ. જો કે, તે એવું કંઈક નહોતું જે મેં કરવાનું કે બનવાનું વિચાર્યું હતું, ખાસ કરીને સફળતા અને નિષ્ફળતા અંગેના મારા મંતવ્યોના સંદર્ભમાં, જે મેં હમણાં જ જાણવાનું અને સમજવાનું શરૂ કર્યું હતું. ‘પો’મેં આજે 5 વર્ષ પૂરા કર્યા છે અને હું સ્વીકારવા માંગુ છું કે હું આ ઓળખથી ખરેખર ખુશ નથી, એટલે કે મારા કામથી. ઘણા લાંબા સમયથી હવે એવું લાગ્યું છે કે મેં કંઈક બીજું બનવા માટે સંઘર્ષ કર્યો છે. જલદી જ મેં મારી મહેનત, સમય અને લાગણીઓને આપેલી બાબતોને સમજવાનો પ્રયત્ન કર્યો અને નવી જીવનશૈલીને અપનાવવાનો પ્રયાસ કર્યો, હું અહી ખાસ જોડાણ અનુભવતી નથી

પોસ્ટના અંતે, ઝાયરાએ લખ્યું, ‘આ ફિલ્ડ  એ ખરેખર મને ઘણો પ્રેમ, સમર્થન અને ખ્યાતિ આપી છે, પરંતુ તે મને અજ્ઞાનના માર્ગ પર લઈ જવા માટે પણ કામ કરે છે, કારણ કે હું ચૂપચાપ અને અજાણતા’ ઈમાન ‘માંથી બહાર આવી છું.ક્યાક ખોવાઈ ગઈ છું. આમ કહીને ઝાયરાએ બોલિવૂડમાંથી વિદાય લીઘી હતી, ત્યારે હવે અચાનક બે વર્ષ બાદ ઈન્સ્ટા પર ફોટચો શેર કરતા લોકો માટે તે ચર્ચાનો વિષય બને તે સહજ વાત છે.

Exit mobile version