Site icon Revoi.in

જો તમારું ખાતું SBI માં હોય તો હવે ચેતી જજોઃ ફોન બેન્કિંગ સાથે જોડાયેલા આવા મેસજ તમારા ખાતા માટે બની શકે છે જોખમ,વાંચો

Social Share

દિલ્હીઃ- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને મહત્વપૂર્ણ માહિતી આપતાં એલર્ટ કર્યા  છે. બેંકે તેના ગ્રાહકોને છેતરપિંડી કરનારાઓની નવી છેતરપિંડી અંગે જાગૃત કર્યા છે. એસબીઆઈએ તાજેતરમાં જ ટ્વિટર પર ટ્વિટ કરીને એક યૂઝર્સની ટિપ્પણીનો જવાબ આપતા આ બાબતે ચેતવણી આપી છે.

એસબીઆઈ બેંકના ગ્રાહકને એક સંદેશ મળ્યો કે તેનું મોબાઇલ બેન્કિંગ એકાઉન્ટ એટલે કે એસબીઆઈ યોનો એકાઉન્ટ અવરોધિત કરવામાં આવ્યું છે. આ સાથે, આ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી હતી અને એવું પણ સાથે  કહેવામાં આવ્યું હતું કે આ લિંક પર ક્લિક કરીને, પાનકાર્ડને અપડેટ કરો, ત્યારબાદ તમે તમારા ખાતામાં લોગ ઇન કરી શકશો.

મળતી માહિતી પ્રમાણે આ મેસેજ તદ્દન ફેક હતો, આવા મેસેજ કરીને એસબીઆઈના ગ્રાહકોના ખાતા ખાલી કરી તેમને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે,આમ કરીને ઠગાઈ કરનારા લોકો તમારા ખાતાના પૌસા ઉપાડી શકે છે, આવી સ્થિતિમાં, જો તમને પણ આ પ્રકારના કોી પણ મેસેજ મળે છે તો હવે તમારે સાવચેત રહેવું જોઈએ અને છેતરપિંડીથી બચવું જોઈએ.

મોબાઈલ બેંકિંગના વધતા ઉપયોગને કારણે સાયબર ક્રાઇમના કેસો પણ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે તમારા ફોનમાં મળેલા મેસેજ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ,. એસબીઆઈએ તેના ગ્રાહકોને ઘણી લખત ચેતવ્યા છે, એસએમએસ વાંચતી વખતે ગ્રાહકોએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમને કોઈ છેતરપિંડીનો મેસેજ મળે તો તમારે શું કરવું જોઈએ તે પણ જણાવ્યું છે.

 

જાણો આવા ફ્રોડ મેસેજથી બચવા શું કરવું જોઈએ