1. Home
  2. ગુજરાતી
  3. જો તમારું ખાતું SBI માં હોય તો હવે ચેતી જજોઃ ફોન બેન્કિંગ સાથે જોડાયેલા આવા મેસજ તમારા ખાતા માટે બની શકે છે જોખમ,વાંચો
જો તમારું ખાતું SBI માં હોય તો હવે ચેતી જજોઃ ફોન બેન્કિંગ સાથે જોડાયેલા આવા મેસજ તમારા ખાતા માટે બની શકે છે જોખમ,વાંચો

જો તમારું ખાતું SBI માં હોય તો હવે ચેતી જજોઃ ફોન બેન્કિંગ સાથે જોડાયેલા આવા મેસજ તમારા ખાતા માટે બની શકે છે જોખમ,વાંચો

0
Social Share
  • એસબીઆઈ બેંકે પોતાના ગ્રાહકોને ચેતવ્યા
  • ફઓન બેન્કિંગ સાથે જોડાયેલા મેસેજ તમારા ખાતા માટે બની શકે જોખમ
  • જાણો આ પ્રકરાના મેસેજથી કંઈ રીતે બચવું

દિલ્હીઃ- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને મહત્વપૂર્ણ માહિતી આપતાં એલર્ટ કર્યા  છે. બેંકે તેના ગ્રાહકોને છેતરપિંડી કરનારાઓની નવી છેતરપિંડી અંગે જાગૃત કર્યા છે. એસબીઆઈએ તાજેતરમાં જ ટ્વિટર પર ટ્વિટ કરીને એક યૂઝર્સની ટિપ્પણીનો જવાબ આપતા આ બાબતે ચેતવણી આપી છે.

એસબીઆઈ બેંકના ગ્રાહકને એક સંદેશ મળ્યો કે તેનું મોબાઇલ બેન્કિંગ એકાઉન્ટ એટલે કે એસબીઆઈ યોનો એકાઉન્ટ અવરોધિત કરવામાં આવ્યું છે. આ સાથે, આ મેસેજમાં એક લિંક પણ આપવામાં આવી હતી અને એવું પણ સાથે  કહેવામાં આવ્યું હતું કે આ લિંક પર ક્લિક કરીને, પાનકાર્ડને અપડેટ કરો, ત્યારબાદ તમે તમારા ખાતામાં લોગ ઇન કરી શકશો.

મળતી માહિતી પ્રમાણે આ મેસેજ તદ્દન ફેક હતો, આવા મેસેજ કરીને એસબીઆઈના ગ્રાહકોના ખાતા ખાલી કરી તેમને ફસાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે,આમ કરીને ઠગાઈ કરનારા લોકો તમારા ખાતાના પૌસા ઉપાડી શકે છે, આવી સ્થિતિમાં, જો તમને પણ આ પ્રકારના કોી પણ મેસેજ મળે છે તો હવે તમારે સાવચેત રહેવું જોઈએ અને છેતરપિંડીથી બચવું જોઈએ.

મોબાઈલ બેંકિંગના વધતા ઉપયોગને કારણે સાયબર ક્રાઇમના કેસો પણ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે તમારા ફોનમાં મળેલા મેસેજ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ,. એસબીઆઈએ તેના ગ્રાહકોને ઘણી લખત ચેતવ્યા છે, એસએમએસ વાંચતી વખતે ગ્રાહકોએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમને કોઈ છેતરપિંડીનો મેસેજ મળે તો તમારે શું કરવું જોઈએ તે પણ જણાવ્યું છે.

 

જાણો આવા ફ્રોડ મેસેજથી બચવા શું કરવું જોઈએ

 

  • જો તમને એકાઉન્ટ બંધ કરવા, કેવાયસી અથવા કોઈ પણ દસ્તાવેજને લિંક કરવા અંગે બેંક સિવાય બીજે ક્યાંયથી કોઈપણ મેસેજ મળે તો તેનો જવાબ આપવાને બદલે બેંકનો સંપર્ક કરવો.
  • આ સાથે જ કોઈ પણ અજાણ્યા નંબરથી મોકલેલા મેસેજની લિંક પર ક્લિક કરશો નહીં. આ પ્રકારે લોકોને છે છેતરવાના પ્રય.ત્નો કરાઈ રહ્યા છે,.અને ખાતું ખાલી કરવામાં આવી રહ્યું છે.
  • બેંકે ટ્વિટર પર કહ્યું છે કે આવા કૌભાંડોની જાળમાં ફસવાનું ટાળો. એસબીઆઇએ ટ્વિટમાં સલાહ આપી છે કે તમારી ખાનગી અને વ્યક્તિગત વિગતો જેવી કે યુઝરઆઈડી, પાસવર્ડ, ડેબિટ કાર્ડ નંબર, પિન, સીવીવી, ઓટીપી વગેરેને ઇમેઇલ્સ, એસએમએસ, કોલ એમ્બેડ કરેલી લિંક્સ પર ન આપવા.
  • કોઈપણ છેતરપિંડી માટે અમારા વિભાગને જાણ કરવા તેને ફિશિંગ@sbi.co.in પર ઇમેઇલ દ્વારા જાણ કરવી. ફિશિંગ / સ્મિંગ / વિશીંગ પ્રયાસની વિગતો પણ આપો. તમે અમારા હેલ્પલાઈન નંબર 155260 પર પણ કોલ કરી શકો છો અથવા ઘટનાની જાણ કરવા માટે સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીનો પણ સંપર્ક કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code