1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. સાઉથ ઈન્ડિયન સ્વાદ: ઉનાળાની બપોરને યાદગાર બનાવશે બોન્ડા મોર કુઝામ્બુ, જાણો રેસીપી
સાઉથ ઈન્ડિયન સ્વાદ: ઉનાળાની બપોરને યાદગાર બનાવશે બોન્ડા મોર કુઝામ્બુ, જાણો રેસીપી

સાઉથ ઈન્ડિયન સ્વાદ: ઉનાળાની બપોરને યાદગાર બનાવશે બોન્ડા મોર કુઝામ્બુ, જાણો રેસીપી

0
Social Share

જ્યારે પણ દક્ષિણ ભારતીય ભોજનની વાત આવે છે, ત્યારે મોટાભાગના લોકોના મનમાં ઇડલી, ઢોસા, સાંભર કે વડાના જ નામ આવે છે. પરંતુ દક્ષિણ ભારતનું પરંપરાગત રસોડું એટલું સમૃદ્ધ છે કે ત્યાં એવી અનેક વાનગીઓ છે જેના વિશે ઉત્તર ભારત કે ગુજરાતના લોકો હજુ અજાણ છે. સોશિયલ મીડિયાના કારણે હવે પ્રાદેશિક સ્વાદ દેશના ખૂણેખૂણે પહોંચી રહ્યો છે. આવી જ એક શાનદાર વાનગી છે‘બોન્ડા મોર કુઝામ્બુ’. ઉનાળામાં લંચ માટે આ એક ઉત્તમ અને રિફ્રેશિંગ કરી (કઢી) છે, જે ગરમાગરમ ભાત સાથે પીરસવામાં આવે છે.

જરૂરી સામગ્રી

મસાલો બનાવવા માટે: 2થી 3 લીલા મરચાં, એક-એક મોટી ચમચી જીરું અને આખા ધાણા, નાનુ આદુ, અડધી મચરી કાળા મરી, એક મુઠ્ઠી મીઠો લીમડો, અડધો કપ છીણેલુ તાજુ નાળિયેર, એક નાની ચમતી તુવેરદાળ, બે નાની ચમચી ચણા દાળ, એક ચમચી (તુવેળદાળ, ચણાદાળ અને ચોખા 30 મિનિટ પલાળવા)

બોન્ડા (વડા) બનાવવા માટે: એક કપ અડદની દાળ (પલાળેલી), મીઠુ સંવાદ અનુસાર, ચપટી હિંગ, લીમડો, આદુ અને લીલા મરણા તથા તેલ તળવા માટે

કુઝામ્બુ (કઢી) બનાવવા માટે: એક કપ દહી, અડધો કપ પાણી અને મીઠુ પાણી અનુસાર, વઘાર માટે ચે ચમચી નાળિયેર તેલ, એક ચમચી રાઈ, અડધી ચમચી અડદની દાળ, ચાર સુકા મરચા અને મીઠા લીમડાના પાન

બનાવવાની રીત

સૌથી પહેલા પીસવા માટેની તમામ સામગ્રીને થોડા પાણી સાથે મિક્સરમાં પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે એક વાસણમાં દહીં લો અને તેને બરાબર ફેંટી લો જેથી તે એકદમ લસલસતું થઈ જાય. હવે તેમાં તૈયાર કરેલી નાળિયેર-મસાલાની પેસ્ટ અને મીઠું ઉમેરો. આ મિશ્રણને એક જાડા તળિયાવાળી કઢાઈમાં કાઢો અને ધીમી આંચ પર સતત ચલાવતા ગરમ કરો. તેને ઉકાળવાનું નથી, પણ જ્યાં સુધી તે ફીણવાળું ન થાય ત્યાં સુધી ગરમ કરો. પલાળેલી અડદની દાળને બહુ ઓછા પાણી સાથે પીસી લો. તેને હાથેથી બરાબર ફેંટો જેથી તે હલકી અને ફૂલેલી બને. હવે તેમાં મીઠું, હીંગ, લીમડો, આદુ અને મરચાં ઉમેરી મિક્સ કરો.

કઢાઈમાં તેલ ગરમ કરો અને આ ખીરામાંથી નાના-નાના બોન્ડા (ગોટા) બનાવીને ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તૈયાર થયેલા ગરમાગરમ બોન્ડાને સીધા જ પેલા દહીંના ગરમ મિશ્રણમાં (મોર કુઝામ્બુ) નાખી દો. છેલ્લે, એક વઘારિયામાં નાળિયેર તેલ ગરમ કરી તેમાં રાઈ, અડદની દાળ, લાલ મરચાં અને લીમડાનો વઘાર તૈયાર કરી કુઝામ્બુ પર રેડો. હવે તેને ગરમાગરમ ભાત સાથે સર્વ કરો. ઉનાળાની ગરમ બપોરે આ હળવું અને ટેસ્ટી લંચ તમને ચોક્કસ ગમશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code