1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પરિવહનના પોર્ટલ સર્વરમાં ખામી સર્જાતા RTOની સેવાઓ ઠપ, અરજદારો મુશ્કેલીમાં મુકાયા
પરિવહનના પોર્ટલ સર્વરમાં ખામી સર્જાતા RTOની સેવાઓ ઠપ, અરજદારો મુશ્કેલીમાં મુકાયા

પરિવહનના પોર્ટલ સર્વરમાં ખામી સર્જાતા RTOની સેવાઓ ઠપ, અરજદારો મુશ્કેલીમાં મુકાયા

0
Social Share

અમદાવાદ, 14 મે 2026: RTO services halted due to glitch in transport portal server  કેન્દ્ર સરકારના ‘પરિવહન’ (Parivahan) પોર્ટલના સર્વરમાં છેલ્લા ૨-૩ દિવસથી ટેકનિકલ ખામી સર્જાવાને કારણે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત ગુજરાતમાં પણ પરિવહન સેવાઓ આંશિક રીતે પ્રભાવિત થઈ છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા માટે ક્લાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર અપગ્રેડ અને સ્થળાંતર કરવાની રાષ્ટ્રીય કક્ષાની કામગીરી ચાલી રહી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં ઓનલાઈન કામગીરી ઠપ થઈ ગઈ છે. સર્વર અપગ્રેડેશનની પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ સમસ્યાઓ ઉભી થતા રાજ્યભરની આરટીઓ (RTO) કચેરીઓમાં વાહન નોંધણી, ટેક્સ ભરપાઈ અને અન્ય ઓનલાઈન સેવાઓ મેળવવામાં નાગરિકો તેમજ ડીલરોને મુશ્કેલી પડી રહી છે.

વાહન વ્યવહાર વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  NIC અને સંબંધિત ટેકનિકલ ટીમો દ્વારા આ સમસ્યાના ઝડપી નિરાકરણ માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ તમામ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. રાજ્યની તમામ RTO કચેરીઓને સૂચના આપવામાં આવી છે કે જે અરજદારોની એપોઇન્ટમેન્ટ અગાઉથી બુક થયેલ છે, તેમને જરૂરિયાત મુજબ રી-શેડ્યૂલ કરી આપવામાં આવે અને નાગરિકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે. ટેકનિકલ કારણોસર સર્જાયેલી આ અસુવિધા બદલ વિભાગ દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે અને નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code