1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરના PDPU આઈકોનિક રોડ પર પૂરઝડપે કારનો અકસ્માત
ગાંધીનગરના PDPU આઈકોનિક રોડ પર પૂરઝડપે કારનો અકસ્માત

ગાંધીનગરના PDPU આઈકોનિક રોડ પર પૂરઝડપે કારનો અકસ્માત

0
Social Share

ગાંધીનગર, 14 મે 2026: High-speed car accident on PDPU Iconic Road શહેરમાં પૂરપાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના PDPU આઇકોનિક રોડ પર વધુ એક કારનો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદના બે નબીરાઓ પોતાની કારમાં બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન કાર પર કાબૂ ગુમાવતા કાર રોડ સાઇડની ફેન્સિંગ તોડી સીધી પિલર સાથે અથડાઈને રોડ પર ફંગોળાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, પરંતુ સદનસીબે બંને યુવકોનો આબાદ બચાવ થયો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી ગેલેક્સી સોસાયટીમાં રહેતો હર્ષ ગોલાણી પોતાના મિત્ર પ્રિયમ ભાટિયા સાથે ગાંધીનગરના આઇકોનિક રોડ પર લટાર મારવા આવ્યો હતો. શહેરના આ પહોળા અને આકર્ષક રોડ પર રાત્રે ટ્રાફિક ઓછો હોવાનો ફાયદો ઉઠાવી આ નબીરાએ કારની ગતિ મર્યાદા ઓળંગી દીધી હતી. કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઇડની ફેન્સિંગ તોડી સીધી પિલર સાથે અથડાઈને રોડ પર ફંગોળાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને નજરે જોનારા સ્થાનિક લોકોના કહેવા મુજબ  અકસ્માત સમયે કારની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોઈ શકે છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારના એરબેગ્સ ખુલી ગયા હતા. જેના કારણે બંને યુવકોના જીવ બચી ગયા હતા. જોકે આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે સ્થાનિકોએ ચાલક હર્ષ ગોલાણીની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તે ઘરે કહ્યા વગર જ કાર લઈને નીકળ્યો હતો અને તેના પિતાને આ બાબતે કોઈ જાણ નહોતી.

આ ઘટનાની જાણ થતા જ ઇન્ફોસિટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. પોલીસે કારને હટાવી ટ્રાફિક હળવો કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર પાટનગરના રાજમાર્ગો પર નબીરાઓ દ્વારા કરવામાં આવતા ઓવરસ્પીડિંગ અને જોખમી ડ્રાઇવિંગના પ્રશ્નોને જીવંત કર્યા છે, જેના કારણે અન્ય નિર્દોષ વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code