ઢાકા, 17 ઓક્ટોબર 2026: બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના સ્થળોએ હિંસાની 34 ઘટનાઓ નોંધાઈ છે. આમાં મંદિરો પર હુમલા, મૂર્તિઓની તોડફોડ અને હિંસાના અન્ય પ્રકારોનો સમાવેશ થાય છે.
બે હિન્દુ સંગઠનોએ સત્તાવાળાઓને આ હુમલાઓ રોકવા માટે અસરકારક પગલાં લેવા અને સમગ્ર વર્ષ દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે.
સંસ્થાઓના જણાવ્યા અનુસાર, સિલહટ, રાજબારી, પંચગઢ, નેત્રોકોના અને ટાંગાઈલ સહિતના અનેક જિલ્લાઓમાં મૂર્તિઓની તોડફોડ અને મંદિરો પર હુમલાની ઘટનાઓ નોંધાઈ છે.
તેમાં ફરીદપુરમાં આવેલા એક કાલી મંદિરમાં થયેલી ચોરીનો ઉલ્લેખ છે, તેમજ સુનામગંજમાં હિન્દુ સમુદાયના ઘરો, દુકાનો અને મંદિરોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલા અને લૂંટફાટની ઘટનાઓનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત, તેમાં નૌગાંવમાં થયેલી લૂંટની ઘટનાનો પણ ઉલ્લેખ છે, જેમાં લૂંટારાઓએ કથિત રીતે પોતે ગુપ્તચર એજન્સીના અધિકારીઓ હોવાનો દાવો કર્યો હતો.
તેમણે કહ્યું, “પૂજાના પાંચ દિવસો માટેની સુરક્ષા પૂરતી નથી. વર્ષના તમામ 365 દિવસો માટે સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ.”
હિન્દુ સંગઠન ‘બાંગ્લાદેશ પૂજા ઉજ્જાપન પરિષદ’ના મહાસચિવ સંતોષ શર્માએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ધાર્મિક ઉત્સવોએ તમામ સમુદાયોના લોકોને એકબીજાની નજીક લાવવા જોઈએ અને સાંપ્રદાયિક સૌહાર્દની પરંપરાને જાળવી રાખવી જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ પૂજા (ઉત્સવો) શાંતિપૂર્ણ રીતે અને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના સંપન્ન થશે.
વધુ વાંચો: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ભૂકંપના આંચકા, ભારતમાં પણ અનુભવાયા


