ઈસ્લામાબાદ, 17 ઓક્ટોબર 2026: પાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભારતનાં કેટલાંક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Centre for Seismology) અનુસાર, ભૂકંપની તીવ્રતા 5.8 હતી. તેનું કેન્દ્રબિંદુ પણ પાકિસ્તાનમાં જ હતું.
ભૂકંપ પર નજર રાખતી એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર મધ્ય બલૂચિસ્તાનના ખુઝદાર શહેર નજીક હતું. આસપાસના અનેક જિલ્લાઓમાં પણ આંચકા અનુભવાયા હતા, જેના પગલે લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘર અને વ્યાપારી ઈમારતો છોડીને ખુલ્લી જગ્યાઓમાં જતા રહ્યા હતા.
ભૂકંપશાસ્ત્રીઓએ નોંધ્યું છે કે પાકિસ્તાન જટિલ અને સક્રિય ટેક્ટોનિક સીમાઓ પર સ્થિત છે, જેમાં મુખ્યત્વે ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોનો સમાવેશ થાય છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે, દેશના મોટા ભાગો વારંવાર થતી ભૂકંપીય પ્રવૃત્તિઓ અને જમીનની હિલચાલ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે.
વધુ વાંચો: મુંબઈમાં CJPની ‘લહેરા દો તિરંગા’ માર્ચને નબળો પ્રતિસાદ, માંડ 150 લોકો પહોંચ્યા


