Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં ચાંદલોડિયા અને SG હાઈવે પર અકસ્માતના બનાવમાં બાળકી સહિત 2ના મોત

અમદાવાદમાં ચાંદલોડિયા અને SG હાઈવે પર અકસ્માતના બનાવમાં બાળકી સહિત 2ના મોત

અમદાવાદ, 27 નવેમ્બર, 2026 :  શહેરમાં અકસ્માતોના બનાવ વધતા જાય છે. ત્યારે ચાંદલોડિયા અને એસજી હાઈવે પર અકસ્માતના વધુ બે બનાવો બન્યા છે. શહેરના ચાંદલોડિયામાં ગરનાળા પાસે ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર 5 વર્ષિય બાળકીનું ટ્રકના ટાયરનીચે આવી જતા મોત નિપજ્યું હતું. આ બનાવમાં બાઈક પર પિતા પોતાની 5 વર્ષિય દીકરીને સ્કૂલમાં મુકવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બાઈકચાલક પિતાને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. એ ડિવિઝવ ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અકસ્માતનો બીજો બનાવ એસજી હાઈવે પર સોલા બ્રિજ પર સર્જાયો હતો.પૂર ઝડપે જતી આઈટેન કારે પલટી ખાતા કારચાલકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે કારમાં સવાર ત્રણ મિત્રોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. પોલીસે આ બનાવમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના રાણીપ અને ચાંદલોડિયાને જોડતા રેલવેના ગરનાળા પાસે સવારે 5 વર્ષીય બાળકી નેહલ પટેલ તેના પિતા સાથે બાઈક પર બેસીને નીલકંઠ સ્કૂલમાં જઈ રહી હતી. ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને ટક્કર મારતા પિતા-પુત્રી જમીન પર પટકાયા હતા. જે બાદ ટ્રકનું તોતિંગ ટાયર બાળકી પર ફરી વળતા બાળકીને ગંભીર ઈજા થવાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અકસ્માતમાં બાળકીના પિતાને પણ ખભા ઉપર ઈજા પહોંચી હતી. અક્સ્માત થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાળકીના પિતાને સારવાર માટે સોલા સિવિલથી KD હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ટ્રક ડ્રાઇવરને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે ઘટના સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલ ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી છે. સમગ્ર મામલે A ટ્રાફિક ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, શહેરના SG હાઇવે પર આવેલા સોલા બ્રિજ પરથી સવારના સમયે પસાર થઈ રહેલી એક i10 કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક 30 વર્ષીય સંતોષ શાહુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ મિત્રો ઉદિત શર્મા, મનીષ યાદવ, ઉદિત સુરાણાને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. કારમાં સવાર ચારેય મિત્રો મૂળ રાજસ્થાનના વતની હતા અને અમદાવાદમાં PGમાં રહેતા હતા. સવારના સમયે આ ચારેય મિત્રો કાર લઈને ચા પીવા માટે નીકળ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. ઘટનાની જાણ થતા જ હાલ ચારેય યુવકોના પરિવારજનો અમદાવાદ આવી પહોંચ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img